નિર્ગમન 29 : 1 (GUV)
અને મારી આગળ યાજકપદ બજાવવા માટે તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી, તે આ પ્રમાણે:એક વાછરડો તથા ખોડ વગરના બે ઘેટા,
નિર્ગમન 29 : 2 (GUV)
તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.
નિર્ગમન 29 : 3 (GUV)
વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા બે ઘેટા સહિત તેમને લાવ.
નિર્ગમન 29 : 4 (GUV)
અને તું હારુણે તથા તેના દીકરાઓને મુલાકાતમંડપનાં બારણા પાસે લાવ, ને તેઓને પાણીથી નહવડાવ.
નિર્ગમન 29 : 5 (GUV)
અને વસ્‍ત્ર લઈને તું હારુનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ, ને એફોદના કારીગરીથી વણેલા પટાથી તેની કમર બાંધ;
નિર્ગમન 29 : 6 (GUV)
અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ.
નિર્ગમન 29 : 7 (GUV)
અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.
નિર્ગમન 29 : 8 (GUV)
વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ.
નિર્ગમન 29 : 9 (GUV)
અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.
નિર્ગમન 29 : 10 (GUV)
અને તું તે વાછરડને મુલાકાતમંડપ આગળ લાવ; અને હારુન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે.
નિર્ગમન 29 : 11 (GUV)
અને યહોવાની આગળ મુલાકાતમંડપના બારણા આગળ તું વાછરડાને કાપ.
નિર્ગમન 29 : 12 (GUV)
અને વાછરડાના રક્તમાંથી લઈને તેને તારી આંગળી વડે વેદીનાં શિંગ પર લગાડ; અને તું વેદીના પાયા પાસે બધું રકત રેડી દે.
નિર્ગમન 29 : 13 (GUV)
અને તું આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેઓ પરની ચરબી લઈને તેમનું વેદી પર દહન કર.
નિર્ગમન 29 : 14 (GUV)
પણ વાછરાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ; તે પાપાર્થાર્પણ છે.
નિર્ગમન 29 : 15 (GUV)
અને તું એક ઘેટો લે; અને તે ઘેટાના માથા પર હારુન અને તેના દીકરાઓ હાથ મૂકે.
નિર્ગમન 29 : 16 (GUV)
અને તે ઘેટાને તું કાપ, ને તેનું રકત લઈને વેદીની ચારેગમ છાંટ.
નિર્ગમન 29 : 17 (GUV)
અને તું ઘેટાને કાપીને તેના કકડા કર, ને તેનાં આંતરડાં તથા તેના પગ ધોઈ નાખીને તેમને તેના કકડા તથા માથા સાથે મૂક.
નિર્ગમન 29 : 18 (GUV)
અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર; તે યહોવાને માટે દહનીયાર્પણ છે; તે સુવાસને અર્થે યહોવાને માટે હોમયજ્ઞ છે.
નિર્ગમન 29 : 19 (GUV)
વળી તું બીજો ઘેટો લે; અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાના માથા પર હાથ મૂકે.
નિર્ગમન 29 : 20 (GUV)
પછી તું તે ઘેટાને કાપ, ને તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટોચ પર, તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તું તે રક્ત લગાડ, ને તે રકત વેદીની ચારેબાજુ છાંટ.
નિર્ગમન 29 : 21 (GUV)
અને વેદી પરના રક્તમાંથી તથા અભિષેકના તેલમાંથી લઈને તું હારુન પર તથા તેના વસ્‍ત્ર પર, ને તેની સાથે તેના દીકરાઓ પર તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેનાં વસ્‍ત્ર પવિત્ર થશે.
નિર્ગમન 29 : 22 (GUV)
વળી તું ઘેટાની ચરબી તથા પૂછડી તથા આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેમના પરની ચરબી તથા જમણો ખભો લે; કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે.
નિર્ગમન 29 : 23 (GUV)
અને બેખમીર રોટલીની જે ટોપલી યહોવાની આગળ છે, તેમાંથી તું એક રોટલી તથા તેલમાં મોહેલી એક પોળી તથા એક પાપડ લે.
નિર્ગમન 29 : 24 (GUV)
અને તે સર્વ તું હારુનના હાથમાં આપ; અને તું યહોવાની આગળ તેમની આરતી કરીને આરત્યર્પણ કર.
નિર્ગમન 29 : 25 (GUV)
અને તેઓના હાથમાંથી તેઓને લઈને તું યહોવા આગળ સુવાસને માટે વેદી ઉપર દહનીયાર્પણ પર મૂકીને બાળ; તે યહોવાને માટે હોમયજ્ઞ છે.
નિર્ગમન 29 : 26 (GUV)
અને હારુનની પ્રતિષ્ઠાના ઘેટાની છાતી લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને માટે આરતી કર; અને તે તારો હિસ્‍સો થાય.
નિર્ગમન 29 : 27 (GUV)
અને પ્રતિષ્ઠાના ઘેટાની આરત્યર્પણવાળી છાતી તથા ઉચ્છાલીયાર્પણવાળો ખભો, જેની આરતી કરવામાં આવે છે ને જે ઉછાળાય છે, એટલે જે હારુન તથા તેના દીકરાઓને હિસ્સે આવેલું છે તે તું પવિત્ર કર;
નિર્ગમન 29 : 28 (GUV)
અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.
નિર્ગમન 29 : 29 (GUV)
અને હારુનનાં પવિત્ર વસ્‍ત્રો તેની પછીના તેના દીકરાઓને માટે થાય કે, તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય.
નિર્ગમન 29 : 30 (GUV)
તેને ઠેકાણે જે દીકરો યાજક હોય, તે જયારે મુલાકાતમંડપ મધ્યે પવિત્રસ્થાનમાં સેવા કરવાને જાય, ત્યારે તે તેઓને સાત દિવસ સુધી પહેરે.
નિર્ગમન 29 : 31 (GUV)
અને તું પ્રતિષ્ઠાનો ઘેટો લઈને તેનું માંસ શુદ્ધ જગામાં બાફ.
નિર્ગમન 29 : 32 (GUV)
અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાંનું માંસ, તથા જે રોટલી ટોપલીમાં હશે તે મુલાકાત મંડપના બારણા આગળ ખાય.
નિર્ગમન 29 : 33 (GUV)
અને જેથી પ્રાયશ્ચિત કરાયું હોય તે વસ્‍તુઓ તેઓ ખાય, એ માટે કે તેઓ પ્રતિષ્ઠિત તથા પવિત્ર થાય; પણ તેઓમાંથી પારકો ન ખાય, કેમ કે તે પવિત્ર છે.
નિર્ગમન 29 : 34 (GUV)
અને જો પ્રતિષ્ઠાના માંસમાંથી અથવા રોટલીમાંથી સવાર સુધી કંઈ બાકી રહે, તો તું તે બાકી રહેલાને અગ્નિથી બાળી નાખ. તે ન ખવાય, કેમ કે તે પવિત્ર છે.
નિર્ગમન 29 : 35 (GUV)
અને હારુનને તથા તેના દીકરાઓને, મેં જે સર્વ આજ્ઞાઓ તને આપી છે, તે પ્રમાણે તું કર. સાત દિવસ સુધી તું તેમને પ્રતિષ્ઠિત કર.
નિર્ગમન 29 : 36 (GUV)
અને તું દરરોજ પાપાર્થાર્પણનો વાછરડો પ્રાયશ્ચિત માટે ચઢાવ; અને તું વેદીને માટે પ્રાયશ્ચિત કરે ત્યારે તેને તું શુદ્ધ કર; અને તેને પવિત્ર કરવાને માટે તું તેને અભિષિક્ત કર.
નિર્ગમન 29 : 37 (GUV)
સાત દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદીને અડકે તે પવિત્ર થાય.
નિર્ગમન 29 : 38 (GUV)
હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે:તું રોજ રોજ પહેલા વર્ષના બે હલવાન હમેશને ચઢાવ.
નિર્ગમન 29 : 39 (GUV)
એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.
નિર્ગમન 29 : 40 (GUV)
અને એક હલવાનની સાથે પા હીન પીલેલા તેલમાં મોહેલો [એફાહનો] એક દશાંશ મેંદો લેવામાં આવે; અને પેયાર્પણને માટે પા હીન દ્રાક્ષારસ.
નિર્ગમન 29 : 41 (GUV)
અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.
નિર્ગમન 29 : 42 (GUV)
તે પેઢી દરપેઢી યહોવાની સમક્ષ મુલાકાતમંડપના બારણા આગળ સદાનું દહનીયાર્પણ થાય. ત્યાં તમારી સાથે વાત કરવાને માટે હું તમારી સાથે વાત કરવાને માટે હું તમારી મુલાકાત કરીશ.
નિર્ગમન 29 : 43 (GUV)
અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને [મંડપ] મારા ગૌરવથી પવિત્ર થશે.
નિર્ગમન 29 : 44 (GUV)
અને હું મુલાકાતમંડપને તથા વેદીને પવિત્ર કરીશ. વળી મારી આગળ યાજકપદ બજાવવા માટે હું હારુનને તથા તેના દીકરાઓને પવિત્ર કરીશ.
નિર્ગમન 29 : 45 (GUV)
અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીને તેઓનો ઈશ્વર થઈશ.
નિર્ગમન 29 : 46 (GUV)
અને તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કે જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે હું તેઓ મધ્યે રહું. તેઓનો ઈશ્વર યહોવા હું છું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46

BG:

Opacity:

Color:


Size:


Font: