નિર્ગમન 28 : 1 (GUV)
વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.
નિર્ગમન 28 : 2 (GUV)
અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્‍ત્રો બનાવ.
નિર્ગમન 28 : 3 (GUV)
અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
નિર્ગમન 28 : 4 (GUV)
અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
નિર્ગમન 28 : 5 (GUV)
અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.
નિર્ગમન 28 : 6 (GUV)
અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે.
નિર્ગમન 28 : 7 (GUV)
બન્‍ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, એ માટે કે તે જોડાય.
નિર્ગમન 28 : 8 (GUV)
અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને.
નિર્ગમન 28 : 9 (GUV)
અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;
નિર્ગમન 28 : 10 (GUV)
એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે.
નિર્ગમન 28 : 11 (GUV)
પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.
નિર્ગમન 28 : 12 (GUV)
ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.
નિર્ગમન 28 : 13 (GUV)
અને તું સોનાનાં ચોકઠાં બનાવ.
નિર્ગમન 28 : 14 (GUV)
વળી ચોખ્ખા સોનાની, દોરાના આકારની, ગૂંથેલા કામની બે સાંકળીઓ બનાવ; અને તે ગૂંથેલી સાંકળીઓ તું ચોકઠાંને લગાડ.
નિર્ગમન 28 : 15 (GUV)
અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ.
નિર્ગમન 28 : 16 (GUV)
તે સમચોરસ તથા બેવડું હોય તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય,
નિર્ગમન 28 : 17 (GUV)
અને તેમાં તું પાષાણની ચાર હાર જડ:માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય;
નિર્ગમન 28 : 18 (GUV)
અને બીજી હાર લીલમ, નીલમ, તથા હીરાની;
નિર્ગમન 28 : 19 (GUV)
અને ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની;
નિર્ગમન 28 : 20 (GUV)
અને ચોથી હાર, પીરોજ તથા ગોમેદ તથા યાસપિસની; એમને સોનાના જડાવમાં જડાવવા.
નિર્ગમન 28 : 21 (GUV)
અને ઇઝરાયલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય. તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય.
નિર્ગમન 28 : 22 (GUV)
અને ઉરપત્ર પર તું ગૂથેલા કામની દોરીના આકારની સાંકળીઓ ચોખ્ખા સોનાની બનાવ.
નિર્ગમન 28 : 23 (GUV)
અને તું ઉરપત્ર પર સોનાની બે કડીઓ બનાવીને તેમને ઉરપત્રના બે છેડા પર લગાડ;
નિર્ગમન 28 : 24 (GUV)
અને ઉરપત્રના છેડાઓ પરની કડીઓમાં તું તે બે ગૂંથેલી સોનાની સાંકળીઓ નાખ.
નિર્ગમન 28 : 25 (GUV)
અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્‍કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.
નિર્ગમન 28 : 26 (GUV)
અને તું સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના બે છેડાએ એફોદ ભણીની અંદરની કોર પર લગાડ.
નિર્ગમન 28 : 27 (GUV)
અને સોનાની બે કડીઓ બનાવીને એફોદની બે સ્‍કંધપટીઓના નીચલા ભાગમાં, તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે, એફોદની કારીગરીથી વણેલા પટાની ઉપર, તું તેઓને લગાડ.
નિર્ગમન 28 : 28 (GUV)
અને ઉરપત્રની કડીઓથી તેઓ તેને એફોદની કડીઓ સાથે નીલ રંગની દોરી વડે બાંધે, એ માટે કે ઉરપત્ર એફોદના કારીગરીથી વણેલા પટા પર રહે, અને એફોદ પરથી છોડી લેવામાં ન આવે.
નિર્ગમન 28 : 29 (GUV)
અને હારુન પવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલપુત્રોનાં નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે.
નિર્ગમન 28 : 30 (GUV)
અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.
નિર્ગમન 28 : 31 (GUV)
અને એફોદનો જામો આખો નીલ રંગનો બનાવ.
નિર્ગમન 28 : 32 (GUV)
અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ.
નિર્ગમન 28 : 33 (GUV)
અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતાં તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો, ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ.
નિર્ગમન 28 : 34 (GUV)
એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય.
નિર્ગમન 28 : 35 (GUV)
અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહિ.
નિર્ગમન 28 : 36 (GUV)
અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.
નિર્ગમન 28 : 37 (GUV)
અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ.
નિર્ગમન 28 : 38 (GUV)
અને તે હારુનના કપાળ પર રહે, ને ઇઝરાયલી લોકો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, એ માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.
નિર્ગમન 28 : 39 (GUV)
અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.
નિર્ગમન 28 : 40 (GUV)
વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ.
નિર્ગમન 28 : 41 (GUV)
અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.
નિર્ગમન 28 : 42 (GUV)
અને તેઓની નગ્નતા ઢાંકવાને તું તેઓને માટે શણના જાંઘિયા બનાવ; તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે.
નિર્ગમન 28 : 43 (GUV)
અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: