નિર્ગમન 26 : 1 (GUV)
વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.
નિર્ગમન 26 : 2 (GUV)
દરેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય.
નિર્ગમન 26 : 3 (GUV)
પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.
નિર્ગમન 26 : 4 (GUV)
અને પહેલા સમૂહનો જે છેલ્‍લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તું એમ જ કર.
નિર્ગમન 26 : 5 (GUV)
એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે.
નિર્ગમન 26 : 6 (GUV)
અને સોનાના પચાસ ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે; એટલે આખો મંડપ બનશે.
નિર્ગમન 26 : 7 (GUV)
અને મંડપ ઉપર તંબુ કરવાને માટે તું બકરાંના વાળના પડદા બનાવ; એવા તું અગિયાર પડદા બનાવ.
નિર્ગમન 26 : 8 (GUV)
દરેક પડદો ત્રીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; અગિયારે પડદા એક માપના હોય.
નિર્ગમન 26 : 9 (GUV)
અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને છ પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ.
નિર્ગમન 26 : 10 (GUV)
અને સમૂહનો જે છલ્‍લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.
નિર્ગમન 26 : 11 (GUV)
અને પિત્તળના પચાસ ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં નાંખ, ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ.
નિર્ગમન 26 : 12 (GUV)
અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે.
નિર્ગમન 26 : 13 (GUV)
અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે.
નિર્ગમન 26 : 14 (GUV)
અને ઘેટાંનાં લાલ રંગેલા ચામડાનું તંબુને માટે તું આચ્છાદન કર, ને તે ઉપર તું સીલ [માછલી] નાં ચામડાંનું આચ્છાદન બનાવ.
નિર્ગમન 26 : 15 (GUV)
અને મંડપને માટે તું બાવળનાં ઊંભાં પાટિયાં બનાવ.
નિર્ગમન 26 : 16 (GUV)
દરેક પાટિયું દશ હાથ લાંબું ને દોઢ હાથ પહોળું હોય.
નિર્ગમન 26 : 17 (GUV)
દરેક સાલ હોય. મંડપના સર્વ પાટિયાંને માટે તું એ પ્રમાણે બનાવ.
નિર્ગમન 26 : 18 (GUV)
અને તું મંડપને માટે પાટિયાં બનાવ, દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં.
નિર્ગમન 26 : 19 (GUV)
અને તે વીસ પાટિયા નીચે તું રૂપાની ચાળીસ કૂંભી બનાવ; એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, અને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, એ પ્રમાણે.
નિર્ગમન 26 : 20 (GUV)
વળી મંડપની બીજી બાજુને માટે, એટલે ઉત્તર તરફ, વીસ પાટિયાં;
નિર્ગમન 26 : 21 (GUV)
અને તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ; એક પાટિયા નીચે બે કૂંભીઓ, એ પ્રમાણે.
નિર્ગમન 26 : 22 (GUV)
અને પશ્ચિમ તરફ મંડપના પાછલા ભાગને માટે તું છ પાટિયા બનાવ.
નિર્ગમન 26 : 23 (GUV)
અને મંડપના પાછલા ભાગના બે ખૂણા માટે તું બે પાટિયાં બનાવ.
નિર્ગમન 26 : 24 (GUV)
અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્‍નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.
નિર્ગમન 26 : 25 (GUV)
અને આઠ પાટિયા ને તેમની રૂપાની સોળ કૂંભીઓ બનાવવી. એક પાટિયાં નીચે બે કૂંભીઓ એ પ્રમાણે.
નિર્ગમન 26 : 26 (GUV)
વળી તું બાવળની ભૂંગળો બનાવ; મંડપની એક બાજુનાં પાટિયાંને માટે પાંચ,
નિર્ગમન 26 : 27 (GUV)
ને મંડળીની બીજી બાજુનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો, ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો.
નિર્ગમન 26 : 28 (GUV)
અને વચલી ભૂંગળ પાટિયાંની વચ્ચોવચ એક છેડાથી તે બીજા છેડા સુધી આવી રહે.
નિર્ગમન 26 : 29 (GUV)
અને તું પાટિયાંને સોનાથી મઢ, ને ભૂંગળોને રહેવા માટે તું તેમને માટે સોનાનાં કડાં બનાવ; અને ભૂંગળોને તું સોનાથી મઢ.
નિર્ગમન 26 : 30 (GUV)
અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે. તે પ્રમાણે તું મંડપ ઊભો કર.
નિર્ગમન 26 : 31 (GUV)
વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.
નિર્ગમન 26 : 32 (GUV)
અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય.
નિર્ગમન 26 : 33 (GUV)
અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.
નિર્ગમન 26 : 34 (GUV)
અને પરમપવિત્રસ્થાનમાં તું કરારકોશ પર દયાસન મૂક.
નિર્ગમન 26 : 35 (GUV)
અને તું પડદાની બહારની બાજુએ મેજ, ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ; અને ઉત્તર બાજુએ તું મેજ મૂક.
નિર્ગમન 26 : 36 (GUV)
અને મંડપના બારણાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બુટ્ટાદાર પડદો તું બનાવ.
નિર્ગમન 26 : 37 (GUV)
અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: