નિર્ગમન 25 : 1 (GUV)
અને યહોવાએ મૂસાની સાથે બોલતાં કહ્યું,
નિર્ગમન 25 : 2 (GUV)
“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.
નિર્ગમન 25 : 3 (GUV)
તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે:સોનું તથા રૂપું તથા પિત્તળ;
નિર્ગમન 25 : 4 (GUV)
અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગો, ને શણ ને બકરાંના વાળ;
નિર્ગમન 25 : 5 (GUV)
અને ઘેટાંનાં લાલ રંગેલાં ચામડાં તથા સીલ [માછલી] નાં ચામડાં ને બાવળનું લાકડું;
નિર્ગમન 25 : 6 (GUV)
બત્તીને માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુંગધીઓ;
નિર્ગમન 25 : 7 (GUV)
ગોમેદ પાષાણો. ને એફોદ તથા ઉરપત્રને માટે જડવાના પાષાણો.
નિર્ગમન 25 : 8 (GUV)
અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.
નિર્ગમન 25 : 9 (GUV)
જે સર્વ હું તને બતાવું છું, એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો, તે પ્રમાણે તમે તે બનાવો.
નિર્ગમન 25 : 10 (GUV)
અને તેઓ બાવળનો કોશ બનાવે. તેની લંબાઇ અઢી હાથ, ને તેની પહોળાઇ દોઢ હાથની હોય.
નિર્ગમન 25 : 11 (GUV)
અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, અંદરથી તથા બહારથી તું તેને મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.
નિર્ગમન 25 : 12 (GUV)
અને તેને માટે તું સોનાનાં ચાર કડાં ઢાળ, ને તેમને તેના ચાર પાયામાં જડલ અને એક બાજુએ બે કડાં ને બીજી બાજુએ બે કડાં, એ પ્રમાણે રાખ.
નિર્ગમન 25 : 13 (GUV)
અને તું બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.
નિર્ગમન 25 : 14 (GUV)
અને કોશ ઊંચકવાને માટે તું કોશની બાજુઓ પરનાં કડાંમાં દાંડાં નાંખ.
નિર્ગમન 25 : 15 (GUV)
દાંડા કોશનાં કડાંમાં રહે. તેઓ તેમાંથી લઈ લેવામાં ન આવે.
નિર્ગમન 25 : 16 (GUV)
અને હું જે કરારલેખ તને આપીશ, તે તું કોશમાં મૂકજે.
નિર્ગમન 25 : 17 (GUV)
વળી તું ચોખ્ખા સોનાનું દયાસન બનાવ; તેની લંબાઇ અઢી હાથ, ને પહોળાઈ દોઢ હાથની હોય.
નિર્ગમન 25 : 18 (GUV)
અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.
નિર્ગમન 25 : 19 (GUV)
અને એક કરૂબ એક છેડા પર, ને બીજો બજા છેડા પર બનાવ. દયાસનને બે છેડે તેની સાથે સળંગ, એ પ્રમાણે તું કરૂબો બનાવ.
નિર્ગમન 25 : 20 (GUV)
અને કરૂબો પાંખો ઊંચી પસારીને મુખો સામસામાં રાખીને દયાસન પર પોતાની પાંખોથી આચ્છાદાન કરે; કરૂબોનાં મોં દયાસન તરફ રહે;
નિર્ગમન 25 : 21 (GUV)
અને કોશ ઉપર તું દયાસન મૂક; અને હું તને જે કરારલેખ આપીશ, તે તું કોશની અંદર મૂકજે.
નિર્ગમન 25 : 22 (GUV)
અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
નિર્ગમન 25 : 23 (GUV)
વળી તું બાવળની મેજ બનાવ. તે બે હાથ લાંબી, એક હાથ પહોળી તથા દોઢ હાથ ઊંચી હોય.
નિર્ગમન 25 : 24 (GUV)
અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.
નિર્ગમન 25 : 25 (GUV)
અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવ, ને કોરની આસપાસ સોનાની કિનારી બનાવ.
નિર્ગમન 25 : 26 (GUV)
અને તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડ.
નિર્ગમન 25 : 27 (GUV)
મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કોરની નજીક રહે.
નિર્ગમન 25 : 28 (GUV)
અને તું મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.
નિર્ગમન 25 : 29 (GUV)
અને તું તેની થાળીઓ તથા કડછીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ; તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવ;
નિર્ગમન 25 : 30 (GUV)
અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ.
નિર્ગમન 25 : 31 (GUV)
વળી તું ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય, ને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
નિર્ગમન 25 : 32 (GUV)
અને તેની બાજુઓમાંથી છ શાખઓ, ને બીજી બાજુમઆંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ, ને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
નિર્ગમન 25 : 33 (GUV)
એક શાખામાં ત્રણ બદામફૂલના આકારનાં ચાડાં, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.
નિર્ગમન 25 : 34 (GUV)
અને દીપવૃક્ષમાં ચાર બદામફૂલના આકારનાં ચાંડાં, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય,
નિર્ગમન 25 : 35 (GUV)
અને શાખાઓની એક જોડની નીચે નીચે તેની સાથે એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે એક કળી, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓનું કરવું.
નિર્ગમન 25 : 36 (GUV)
તેઓની કળીઓ તથા શાખાઓ, તે તેની સાથે હોય; તે તમામ ચોખ્ખા સોનાના એક જ ટુકડાનું ઘડી કાઢેલું થાય.
નિર્ગમન 25 : 37 (GUV)
વળી તેના તું સાત દીવા બનાવજે; અને તેની આગળ અજવાળું આપવા માટે તેઓ દીવા સળગાવે.
નિર્ગમન 25 : 38 (GUV)
અને તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં થાય.
નિર્ગમન 25 : 39 (GUV)
અને આ બધાં પાત્રો સહિત તે એક તાલંત સોનાનું બને.
નિર્ગમન 25 : 40 (GUV)
અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે તું તેઓને બનાવ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: