નિર્ગમન 23 : 1 (GUV)
“તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.
નિર્ગમન 23 : 2 (GUV)
બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ.
નિર્ગમન 23 : 3 (GUV)
અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર.
નિર્ગમન 23 : 4 (GUV)
તું તારા શત્રુના બળદને કે તેના ગધેડાને નાસી જતાં જુએ તો તેને ત્યાં જરૂર તેને પાછું પહોંચાડ.
નિર્ગમન 23 : 5 (GUV)
જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈને પડી રહેલું જુએ, ને જો તેની ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય, તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ.
નિર્ગમન 23 : 6 (GUV)
તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ.
નિર્ગમન 23 : 7 (GUV)
જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.
નિર્ગમન 23 : 8 (GUV)
તું કંઈ લાંચ ન લે; કેમ કે લાંચ દેખતાને અંધા બનાવે છે, ને ન્યાયીઓના દાવાને ઊંધો વાળે છે.
નિર્ગમન 23 : 9 (GUV)
અને પરદેશીને તું હેરાન ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો.
નિર્ગમન 23 : 10 (GUV)
અને છ વરસ તું તારા ખેતરમાં વાવેતર કર, ને તેની ઊપજ ભેગી કર;
નિર્ગમન 23 : 11 (GUV)
પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપી પડતર રાખ; કે તારા લોકોમાંના ગરીબોને ખાવાનું મળે, ને તેઓ પડયું મૂકે તે વનપશુઓ ખાય. તારી દ્રાક્ષાવાડી તથા તારી જૈતવાડીને પણ તું એ પ્રમાણે કર.
નિર્ગમન 23 : 12 (GUV)
છ દિવસ તું તારું કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે.
નિર્ગમન 23 : 13 (GUV)
અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને‍ અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય.
નિર્ગમન 23 : 14 (GUV)
વર્ષમાં તું મારે માટે ત્રણ વાર પર્વ પાળ.
નિર્ગમન 23 : 15 (GUV)
બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે [માસ] માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.
નિર્ગમન 23 : 16 (GUV)
વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.
નિર્ગમન 23 : 17 (GUV)
તારામાંના દરેક પુરુસે વર્ષમાં ત્રણવાર ઈશ્વર યહોવાની આગળ હાજર થવું.
નિર્ગમન 23 : 18 (GUV)
મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ.
નિર્ગમન 23 : 19 (GUV)
તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.
નિર્ગમન 23 : 20 (GUV)
જો, માર્ગે તને સંભાળવાને માટે; ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું.
નિર્ગમન 23 : 21 (GUV)
તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચઢાવીશ નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે.
નિર્ગમન 23 : 22 (GUV)
પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ.
નિર્ગમન 23 : 23 (GUV)
કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.
નિર્ગમન 23 : 24 (GUV)
તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર.
નિર્ગમન 23 : 25 (GUV)
વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્‍નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.
નિર્ગમન 23 : 26 (GUV)
તારા દેશમાં ગર્ભપાત થશે-નહિ; ને વાંઝણી પણ હશે નહિ. તારા આયુષ્યના પૂરા દિવસો હું તને આપીશ.
નિર્ગમન 23 : 27 (GUV)
હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.
નિર્ગમન 23 : 28 (GUV)
વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકોને તારી આગળથી હાંકી કાઢીશે.
નિર્ગમન 23 : 29 (GUV)
હું એક જ વર્ષમાં તેમને તારી આગળથી હાંકી કાઢીશ નહિ; રખેને દેશ ઉજ્‍જડ થઈ જાય, ને જંગલના પ્રાણીઓ તારી સામે વધી જાય.
નિર્ગમન 23 : 30 (GUV)
તું વધી જાય ને દેશનો વારસો પામે ત્યાં સુધીમાં હું તેમને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢીશ.
નિર્ગમન 23 : 31 (GUV)
અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.
નિર્ગમન 23 : 32 (GUV)
તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ.
નિર્ગમન 23 : 33 (GUV)
તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: