નિર્ગમન 22 : 1 (GUV)
“જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે.
નિર્ગમન 22 : 2 (GUV)
જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ.
નિર્ગમન 22 : 3 (GUV)
જો સૂર્ય ઊગ્યા પછી તેને [મારે] તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની [ચોર] ભરી આપે; અને જો તે છેક કંગાલ હોય, તો તેની ચોરીને લીધે તે વેચાઈ જાય.
નિર્ગમન 22 : 4 (GUV)
જો ચોરેલી વસ્‍તુ તેના કબજામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય, કે ગધેડું હોય, કે ઘેટું હોય, તો તે બમણું ભરી આપે.
નિર્ગમન 22 : 5 (GUV)
જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે.
નિર્ગમન 22 : 6 (GUV)
જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે.
નિર્ગમન 22 : 7 (GUV)
જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોપેં, ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તે બમણું ભરી આપે.
નિર્ગમન 22 : 8 (GUV)
ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહિ [તેના નિર્ણય માટે] તે ધરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય.
નિર્ગમન 22 : 9 (GUV)
બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્‍ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્‍ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે.
નિર્ગમન 22 : 10 (GUV)
જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા માટે ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈપણ જાનવર સોંપે; અને તે મરી જાય કે તેને કંઈ નુકસઅન થાય, કે કોઈના ન દેખતાં કોઈ તેને હાંકી જાય;
નિર્ગમન 22 : 11 (GUV)
તો તે બન્‍ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્‍તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ.
નિર્ગમન 22 : 12 (GUV)
પણ જો તે તેની પાસેથી ચોરાઈ જાય, તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે.
નિર્ગમન 22 : 13 (GUV)
જો તેને ફાડી ખાવામાં આવ્યું હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે; ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહિ.
નિર્ગમન 22 : 14 (GUV)
અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે, ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય, તો તે નક્કી નુકસાની ભરી આપે.
નિર્ગમન 22 : 15 (GUV)
જો તેનો માલિક તેની સાથે હોય, તો તે નુકસાની ભરી આપે નહિ. જો તે ભાડે લાવવામાં આવ્યું હોય, તો ભાડામાં તે વળી ગયું [સમજવું].
નિર્ગમન 22 : 16 (GUV)
અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે, તો તે તેને પલ્લું આપીને પરણે.
નિર્ગમન 22 : 17 (GUV)
જો તેનો પિતા તેને તેની સાથે પરણાવવાને ઇનકાર કરે, તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે.
નિર્ગમન 22 : 18 (GUV)
તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.
નિર્ગમન 22 : 19 (GUV)
જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય.
નિર્ગમન 22 : 20 (GUV)
એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારાનો પૂરો સંહાર કરાય.
નિર્ગમન 22 : 21 (GUV)
અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.
નિર્ગમન 22 : 22 (GUV)
તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુ:ખ ન દો.
નિર્ગમન 22 : 23 (GUV)
જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુ:ખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નક્કી તેમનો પોકાર સાંભળીશ;
નિર્ગમન 22 : 24 (GUV)
અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.
નિર્ગમન 22 : 25 (GUV)
તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ.
નિર્ગમન 22 : 26 (GUV)
જો તું કદી તારા પડોશીનું વસ્‍ત્ર ગીરો રાખે, તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું;
નિર્ગમન 22 : 27 (GUV)
કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે, ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્‍ત્ર છે, તે બીજું શું ઓઢીને સૂએ? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ; કેમ કે હું કૃપાળુ છું.
નિર્ગમન 22 : 28 (GUV)
ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે.
નિર્ગમન 22 : 29 (GUV)
તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ.
નિર્ગમન 22 : 30 (GUV)
તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ.
નિર્ગમન 22 : 31 (GUV)
અને તમે મારા પવિત્ર માણસો થાઓ; માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાંનું માંસ તમે ન ખાઓ; તે કૂતરાંને નાખી દો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: