નિર્ગમન 21 : 1 (GUV)
“અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે:
નિર્ગમન 21 : 2 (GUV)
જો તું કોઈ હિબ્રૂ દાસ ખરીદે, તો તે છ વર્ષ સુધી ચાકરી કરે; અને સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી જાય.
નિર્ગમન 21 : 3 (GUV)
અને જો તે છડો આવ્યો હોય, તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય, તો તેની સાથે તેની પત્ની પણ છૂટે.
નિર્ગમન 21 : 4 (GUV)
અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્‍ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે.
નિર્ગમન 21 : 5 (GUV)
પણ જો તે દાસ સ્પષ્ટ કહે, ‘હું મારા શેઠને તથા મારી પત્નીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી.’
નિર્ગમન 21 : 6 (GUV)
તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.
નિર્ગમન 21 : 7 (GUV)
અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો દાસોની પેઠે તે ન છૂટે.
નિર્ગમન 21 : 8 (GUV)
જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.
નિર્ગમન 21 : 9 (GUV)
અને જો તે તેના દીકરાને માટે તેને રાખે, તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની જેમ વર્તે.
નિર્ગમન 21 : 10 (GUV)
જો તે બીજીને રાખે, તો તે તેની ખોરાકીપોષાકી તથા લગ્નહકમાંથી કંઈ ઘટડો ન કરે.
નિર્ગમન 21 : 11 (GUV)
અને જો તે તેની પ્રત્યે એ ત્રણ [ફરજો] અદા ન કરે, તો તે મફત એટલે વિના મૂલ્યે છૂટી જાય.
નિર્ગમન 21 : 12 (GUV)
જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે, તે નિશ્ચે માર્યો જાય.
નિર્ગમન 21 : 13 (GUV)
પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર [કોઇને] સોંપે, તો તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ.
નિર્ગમન 21 : 14 (GUV)
અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.
નિર્ગમન 21 : 15 (GUV)
અને જે કોઈ પોતાના પિતા ને કે પોતાની માતાને મારે, તે નક્કી માર્યો જાય.
નિર્ગમન 21 : 16 (GUV)
અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.
નિર્ગમન 21 : 17 (GUV)
અને જે કોઈ પોતાના પિતાને કે પોતાની માતાને શાપ દે તે નક્‍કી માર્યો જાય.
નિર્ગમન 21 : 18 (GUV)
અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્‍કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે;
નિર્ગમન 21 : 19 (GUV)
અને જો તે પાછો ઊઠે ને લાકડીએ ટેકીને હરીફરી શેક, તો તેને મારનાર છૂટી જાય. ફક્ત એ તેના વખતની નુકસાની ભરી આપે, ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે.
નિર્ગમન 21 : 20 (GUV)
અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્‍કી શિક્ષા થાય.
નિર્ગમન 21 : 21 (GUV)
પણ જો તે એક બે દિવસ જીવતું રહે, તો એને શિક્ષા ન થાય; કેમ કે તે તેની પોતાની સંપત છે.
નિર્ગમન 21 : 22 (GUV)
અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.
નિર્ગમન 21 : 23 (GUV)
પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ,
નિર્ગમન 21 : 24 (GUV)
આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,
નિર્ગમન 21 : 25 (GUV)
બાળવાને બદલે બાળવું, ધાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો, ભરી આપવાં.
નિર્ગમન 21 : 26 (GUV)
અને જો કોઈ માણસ પોતાના ચાકરને આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર મારીને તે ફોડી નાખે, તો તેની આંખની ખાતર તે તેને છોડી દે.
નિર્ગમન 21 : 27 (GUV)
અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરડીનો દાંત ભાંગી નાખે, તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે.
નિર્ગમન 21 : 28 (GUV)
અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્‍ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્‍કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે.
નિર્ગમન 21 : 29 (GUV)
પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્‍ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય.
નિર્ગમન 21 : 30 (GUV)
અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે, તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે તે ભરી આપે.
નિર્ગમન 21 : 31 (GUV)
તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય, કે કોઈની દીકરીને શિગડું માર્યું હોય, તોપણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો.
નિર્ગમન 21 : 32 (GUV)
જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરડીને શિંગડું મારે; તો [તેનો માલિક] તેમના શેઠને ત્રીસ શેકેલ રૂપું ભરી આપે, ને તે બળદ પથ્થરે મરાય.
નિર્ગમન 21 : 33 (GUV)
અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે, અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહિ, ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય,
નિર્ગમન 21 : 34 (GUV)
તો ખાડાનો માલિક તે [નું મૂલ્ય] ભરી આપે; તે તેમના માલિકને પૈસા આપે, ને મૂએલું [જાનવર] તેનું થાય.
નિર્ગમન 21 : 35 (GUV)
અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારીને મારી નાખે; તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત વહેંચી લે, ને મરેલાને પણ તેઓ વહેંચી લે.
નિર્ગમન 21 : 36 (GUV)
અથવા પોતાના બળદને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં, જો તેણે તેને કબજે રાખ્યો ન હોય; તો તે બળદને બદલે બળદ નક્કી આપે, ને મરેલું [જાનવર] તેનું થાય.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: