ગીતશાસ્ત્ર 97 : 1 (GUV)
યહોવા રાજ કરે છે; પૃથ્વી [ના લોકો] હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
ગીતશાસ્ત્ર 97 : 2 (GUV)
મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.
ગીતશાસ્ત્ર 97 : 3 (GUV)
તેમની આગળ અગ્નિ ચાલે છે, તે તેમની આસપાસ તેમના શત્રુઓને બાળી નાખે છે.
ગીતશાસ્ત્ર 97 : 4 (GUV)
તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; તે જોઈને પૃથ્વી કાંપી.
ગીતશાસ્ત્ર 97 : 5 (GUV)
યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
ગીતશાસ્ત્ર 97 : 6 (GUV)
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
ગીતશાસ્ત્ર 97 : 7 (GUV)
કોરેલાં પૂતળાંની સેવા કરનારાઓ, અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો.
ગીતશાસ્ત્ર 97 : 8 (GUV)
હે યહોવા, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું, અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
ગીતશાસ્ત્ર 97 : 9 (GUV)
હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો; તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
ગીતશાસ્ત્ર 97 : 10 (GUV)
હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.
ગીતશાસ્ત્ર 97 : 11 (GUV)
ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.
ગીતશાસ્ત્ર 97 : 12 (GUV)
હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: