ગીતશાસ્ત્ર 96 : 1 (GUV)
યહોવાની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાની આગળ ગાઓ.
ગીતશાસ્ત્ર 96 : 2 (GUV)
યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.
ગીતશાસ્ત્ર 96 : 3 (GUV)
વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
ગીતશાસ્ત્ર 96 : 4 (GUV)
કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
ગીતશાસ્ત્ર 96 : 5 (GUV)
લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્‍ન કર્યાં.
ગીતશાસ્ત્ર 96 : 6 (GUV)
સન્માન તથા મહિમા તેમની સમક્ષ છે; સામર્થ્ય તથા શોભા તેમના પવિત્રસ્થાનમાં છે.
ગીતશાસ્ત્ર 96 : 7 (GUV)
લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
ગીતશાસ્ત્ર 96 : 8 (GUV)
યહોવાના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમનાં આંગણામાં આવો.
ગીતશાસ્ત્ર 96 : 9 (GUV)
પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
ગીતશાસ્ત્ર 96 : 10 (GUV)
વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.”
ગીતશાસ્ત્ર 96 : 11 (GUV)
આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો;
ગીતશાસ્ત્ર 96 : 12 (GUV)
ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સાહ કરો; ત્યારે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે,
ગીતશાસ્ત્ર 96 : 13 (GUV)
કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: