ગીતશાસ્ત્ર 90 : 1 (GUV)
હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.
ગીતશાસ્ત્ર 90 : 2 (GUV)
પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
ગીતશાસ્ત્ર 90 : 3 (GUV)
તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો; અને કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
ગીતશાસ્ત્ર 90 : 4 (GUV)
કેમ કે, તમારી દષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં, અને રાતના એક પહોર જેવાં છે.
ગીતશાસ્ત્ર 90 : 5 (GUV)
તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે.
ગીતશાસ્ત્ર 90 : 6 (GUV)
સવારમાં તે ખીલે છે તથા વધે છે; સાંજે તે કપાઈ જાય છે તથા ચીમળાય છે;
ગીતશાસ્ત્ર 90 : 7 (GUV)
કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
ગીતશાસ્ત્ર 90 : 8 (GUV)
તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂકયાં છે.
ગીતશાસ્ત્ર 90 : 9 (GUV)
અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.
ગીતશાસ્ત્ર 90 : 10 (GUV)
અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.
ગીતશાસ્ત્ર 90 : 11 (GUV)
તમારા કોપના બળને, તથા તમારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
ગીતશાસ્ત્ર 90 : 12 (GUV)
તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હ્રદય પ્રાપ્ત થાય.
ગીતશાસ્ત્ર 90 : 13 (GUV)
હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.
ગીતશાસ્ત્ર 90 : 14 (GUV)
સવારમાં તમારી કૃપાથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
ગીતશાસ્ત્ર 90 : 15 (GUV)
જે દિવસોમાં તમે અમને દુ:ખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
ગીતશાસ્ત્ર 90 : 16 (GUV)
તમારા સેવકોને તમારાં કૃત્યો, અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
ગીતશાસ્ત્ર 90 : 17 (GUV)
અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: