ગીતશાસ્ત્ર 83 : 1 (GUV)
ગાયન, આસાફનું ગીત હે ઈશ્વર, તમે છાના ન રહો; હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો.
ગીતશાસ્ત્ર 83 : 2 (GUV)
તમારા શત્રુઓ હુલ્લડ કરે છે; અને તમારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે
ગીતશાસ્ત્ર 83 : 3 (GUV)
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરેલો ઇરાદો સેવે છે, તમારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે.
ગીતશાસ્ત્ર 83 : 4 (GUV)
તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”
ગીતશાસ્ત્ર 83 : 5 (GUV)
તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે;
ગીતશાસ્ત્ર 83 : 6 (GUV)
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
ગીતશાસ્ત્ર 83 : 7 (GUV)
ગબાલ તથા આમ્મોન તથા અમાલેક, તૂરની વસતિ સહિત પલિસ્તીઓ [કરાર કરે છે];
ગીતશાસ્ત્ર 83 : 8 (GUV)
આશૂર પણ તેઓની સાથે સામેલ થયેલો છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 83 : 9 (GUV)
જેમ મિદ્યાનને [તમે કર્યું], અને જેમ કીશોનના નાળા પાસે સીસરા તથા યાબીનને તમે કર્યું, તેમ તેઓને કરો.
ગીતશાસ્ત્ર 83 : 10 (GUV)
તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
ગીતશાસ્ત્ર 83 : 11 (GUV)
તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા, હા, તેઓના સર્વ અધિકારીઓને ઝેબા તથા સાલ્મુન્નાના જેવા કરો.
ગીતશાસ્ત્ર 83 : 12 (GUV)
તેઓએ કહ્યું, “ઈશ્વરના નિવાસસ્થાનને આપણે પોતાને માટે સંપાદન કરીએ.”
ગીતશાસ્ત્ર 83 : 13 (GUV)
હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
ગીતશાસ્ત્ર 83 : 14 (GUV)
વનને બાળનાર દાવાનળની જેમ, અને પર્વતોને સળગાવનારી આગની જેમ,
ગીતશાસ્ત્ર 83 : 15 (GUV)
તમે તમારી આંધીથી તેઓનો પીછો પકડો, અને તમારા તોફાનથી તેઓને ત્રાસ પમાડો.
ગીતશાસ્ત્ર 83 : 16 (GUV)
ફજેતીથી તેઓ પોતાનાં મુખ સંતાડે તેમ કરો કે, તેઓ, હે યહોવા, તમારું નામ શોધે.
ગીતશાસ્ત્ર 83 : 17 (GUV)
તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો,
ગીતશાસ્ત્ર 83 : 18 (GUV)
જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: