ગીતશાસ્ત્ર 70 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને [ઉતાવળ કરો]; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
ગીતશાસ્ત્ર 70 : 2 (GUV)
જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.
ગીતશાસ્ત્ર 70 : 3 (GUV)
જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ.
ગીતશાસ્ત્ર 70 : 4 (GUV)
તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો.
ગીતશાસ્ત્ર 70 : 5 (GUV)
પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: