ગીતશાસ્ત્ર 51 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથ-શેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.
ગીતશાસ્ત્ર 51 : 2 (GUV)
મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.
ગીતશાસ્ત્ર 51 : 3 (GUV)
કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
ગીતશાસ્ત્ર 51 : 4 (GUV)
તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તમારી દષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો.
ગીતશાસ્ત્ર 51 : 5 (GUV)
હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.
ગીતશાસ્ત્ર 51 : 6 (GUV)
તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.
ગીતશાસ્ત્ર 51 : 7 (GUV)
ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.
ગીતશાસ્ત્ર 51 : 8 (GUV)
મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
ગીતશાસ્ત્ર 51 : 9 (GUV)
મારાં પાપ તરફ નજર ન કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.
ગીતશાસ્ત્ર 51 : 10 (GUV)
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.
ગીતશાસ્ત્ર 51 : 11 (GUV)
તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.
ગીતશાસ્ત્ર 51 : 12 (GUV)
તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
ગીતશાસ્ત્ર 51 : 13 (GUV)
ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.
ગીતશાસ્ત્ર 51 : 14 (GUV)
હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.
ગીતશાસ્ત્ર 51 : 15 (GUV)
હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
ગીતશાસ્ત્ર 51 : 16 (GUV)
કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
ગીતશાસ્ત્ર 51 : 17 (GUV)
ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.
ગીતશાસ્ત્ર 51 : 18 (GUV)
તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.
ગીતશાસ્ત્ર 51 : 19 (GUV)
ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: