ગીતશાસ્ત્ર 41 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે.
ગીતશાસ્ત્ર 41 : 2 (GUV)
યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. તે પૃથ્વી પર સુખી થશે. પ્રભુ, તેને તમે તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન ન કરશો.
ગીતશાસ્ત્ર 41 : 3 (GUV)
બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તમે બિછાવો છો.
ગીતશાસ્ત્ર 41 : 4 (GUV)
મેં કહ્યું, “હે યહોવા, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો, કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”
ગીતશાસ્ત્ર 41 : 5 (GUV)
મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે. [ને કહે છે કે,] “તે ક્યારે મરશે, અને તેના નામનો નાશ ક્યારે થશે?”
ગીતશાસ્ત્ર 41 : 6 (GUV)
જો તે [મને] મળવા આવે તો તે જૂઠું બોલે છે; તેનું હ્રદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે ત્યારે તે [બધું] જાહેર કરે છે.
ગીતશાસ્ત્ર 41 : 7 (GUV)
મારા સર્વ દ્વેષીઓ મારી વિરુદ્ધ અંદરોઅંદર કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.
ગીતશાસ્ત્ર 41 : 8 (GUV)
[તેઓ કહે છે કે,] “એક અસાધ્ય રોગ તેને સજડ લાગ્યો છે; અને હવે તે ખાટલે પડ્યો એટલે પાછો ઊઠવાનો નથી.”
ગીતશાસ્ત્ર 41 : 9 (GUV)
હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.
ગીતશાસ્ત્ર 41 : 10 (GUV)
પણ, હે યહોવા, તમે મારા પર દયા કરો, અને મને ઉઠાડો કે, હું તેઓનો પ્રતિકાર કરું.
ગીતશાસ્ત્ર 41 : 11 (GUV)
મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો.
ગીતશાસ્ત્ર 41 : 12 (GUV)
તમે મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખો છો. અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.
ગીતશાસ્ત્ર 41 : 13 (GUV)
અનાદિકાળથી તે અનંતકાળ માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: