ગીતશાસ્ત્ર 40 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. મેં ધીરજથી યહોવાની રાહ જોઈ; અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી.
ગીતશાસ્ત્ર 40 : 2 (GUV)
તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.
ગીતશાસ્ત્ર 40 : 3 (GUV)
તેમણે નવું ગીત, એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂકયું છે; ઘણા તે જોશે અને બીશે, અને યહોવા પર ભરોસો રાખશે.
ગીતશાસ્ત્ર 40 : 4 (GUV)
જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 40 : 5 (GUV)
હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો [એટલાં બધાં] છે, કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.
ગીતશાસ્ત્ર 40 : 6 (GUV)
તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.
ગીતશાસ્ત્ર 40 : 7 (GUV)
તેથી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું”; પુસ્તકમાં મારે વિષે લખેલું છે,
ગીતશાસ્ત્ર 40 : 8 (GUV)
‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’
ગીતશાસ્ત્ર 40 : 9 (GUV)
મહા મંડળીમાં મેં [તમારા] ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તમે જાણો છો.
ગીતશાસ્ત્ર 40 : 10 (GUV)
મેં મારા હ્રદયમાં તમારું ન્યાયીપણું સંતાડી મૂક્યું નથી. મેં તમારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યાં છે; તમારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી.
ગીતશાસ્ત્ર 40 : 11 (GUV)
હે યહોવા, તમારી કૃપાદષ્ટિ મારાથી પાછી ન રાખો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. મદદ માટે યાચના
ગીતશાસ્ત્ર 40 : 12 (GUV)
કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે, મારા અન્યાયોએ મને પકડી પાડયો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હ્રદય નિર્ગત થયું છે.
ગીતશાસ્ત્ર 40 : 13 (GUV)
હે યહોવા, કૃપા કરીને મને છોડાવો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
ગીતશાસ્ત્ર 40 : 14 (GUV)
જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો; અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હઠો અને આબરૂહીન થાઓ.
ગીતશાસ્ત્ર 40 : 15 (GUV)
જેઓ મને “આહા, આહા” કહે છે, તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
ગીતશાસ્ત્ર 40 : 16 (GUV)
જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો તથા આનંદ કરો; જેઓ તમારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ!”
ગીતશાસ્ત્ર 40 : 17 (GUV)
પરંતુ હું દીન તથા દરિદ્રી છું, [તો પણ] પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો; તમે વિલંબ ન કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: