ગીતશાસ્ત્ર 33 : 1 (GUV)
હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ; યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે.
ગીતશાસ્ત્ર 33 : 2 (GUV)
વીણાથી યહોવાની સ્તુતિ કરો; દશ તારવાળાં વાજાં સાથે તેમનાં સ્તોત્ર ગાઓ.
ગીતશાસ્ત્ર 33 : 3 (GUV)
તેમની આગળ નવું ગીત ગાઓ; મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો.
ગીતશાસ્ત્ર 33 : 4 (GUV)
કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે. અને તેમનાં સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં [કરાય] છે.
ગીતશાસ્ત્ર 33 : 5 (GUV)
તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે; પૃથ્વી યહોવાની કૃપાથી ભરપૂર છે.
ગીતશાસ્ત્ર 33 : 6 (GUV)
યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.
ગીતશાસ્ત્ર 33 : 7 (GUV)
તે સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેનાં ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
ગીતશાસ્ત્ર 33 : 8 (GUV)
આખી પૃથ્વી યહોવાથી બીઓ; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનું ભય રાખો.
ગીતશાસ્ત્ર 33 : 9 (GUV)
કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ.
ગીતશાસ્ત્ર 33 : 10 (GUV)
યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે; તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે.
ગીતશાસ્ત્ર 33 : 11 (GUV)
યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હ્રદયની ધારણા પેઢી દરપેઢી દઢ રહે છે.
ગીતશાસ્ત્ર 33 : 12 (GUV)
જે પ્રજાના ઈશ્વર યહોવા છે, અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓને ધન્ય છે!
ગીતશાસ્ત્ર 33 : 13 (GUV)
યહોવા આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યોને જુએ છે.
ગીતશાસ્ત્ર 33 : 14 (GUV)
પોતાના [નિવાસ] સ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે;
ગીતશાસ્ત્ર 33 : 15 (GUV)
એટલે જે [ઈશ્વર] તે સર્વનાં હ્રદયના સરજનહાર છે, તથા તેમનાં સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે તે [તેમને નિહાળે છે].
ગીતશાસ્ત્ર 33 : 16 (GUV)
મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.
ગીતશાસ્ત્ર 33 : 17 (GUV)
બચાવને માટે ઘોડો નકામો છે; તે પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકશે નહિ.
ગીતશાસ્ત્ર 33 : 18 (GUV)
જુઓ, યહોવાના ભકતો તથા તેમની કૃપા પર આશા રાખનારાં ઉપર તેમની કૃપાદષ્ટિ છે;
ગીતશાસ્ત્ર 33 : 19 (GUV)
જેથી તે તેઓના જીવને મોતથી બચાવે, અને દુકાળને સમયે તેઓને જીવતાં રાખે.
ગીતશાસ્ત્ર 33 : 20 (GUV)
આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે.
ગીતશાસ્ત્ર 33 : 21 (GUV)
આપણાં હ્રદય તેમનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
ગીતશાસ્ત્ર 33 : 22 (GUV)
હે યહોવા, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: