ગીતશાસ્ત્ર 30 : 1 (GUV)
ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન દાઉદનું [ગીત]. હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
ગીતશાસ્ત્ર 30 : 2 (GUV)
હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને ‍તમે મને સાજો કર્યો છે.
ગીતશાસ્ત્ર 30 : 3 (GUV)
હે યહોવા, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; પણ તમે મને જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.
ગીતશાસ્ત્ર 30 : 4 (GUV)
હે યહોવાના ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ, અને તેમના પવિત્ર નામની અભારસ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 30 : 5 (GUV)
કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
ગીતશાસ્ત્ર 30 : 6 (GUV)
હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું, “હું કદી ડગીશ નહિ.”
ગીતશાસ્ત્ર 30 : 7 (GUV)
હે યહોવા, તમે તમારી મહેરબાનીથી ‍ મારા પર્વતને અચળ કર્યો છે; તમે તમારું મુખ ફેરવ્યું કે, હું ભયભીત થયો.
ગીતશાસ્ત્ર 30 : 8 (GUV)
હે યહોવા, મેં તમને અરજ કરી; અને મેં તમારી યાચના કરી કે,
ગીતશાસ્ત્ર 30 : 9 (GUV)
“ [જો] હું કબરમાં જાઉં તો મારા મરણથી શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
ગીતશાસ્ત્ર 30 : 10 (GUV)
હે યહોવા, સાંભળો, અને મારા પર દયા કરો; હે યહોવા, તમે મારા સહાયકારી થાઓ.
ગીતશાસ્ત્ર 30 : 11 (GUV)
તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.
ગીતશાસ્ત્ર 30 : 12 (GUV)
જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: