ગીતશાસ્ત્ર 26 : 1 (GUV)
દાઉદનું [ગીત]. હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.
ગીતશાસ્ત્ર 26 : 2 (GUV)
હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણ તથા હૈયાને કસી જુઓ.
ગીતશાસ્ત્ર 26 : 3 (GUV)
કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
ગીતશાસ્ત્ર 26 : 4 (GUV)
દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.
ગીતશાસ્ત્ર 26 : 5 (GUV)
ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ.
ગીતશાસ્ત્ર 26 : 6 (GUV)
હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવા, એ પ્રમાણે હું તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.
ગીતશાસ્ત્ર 26 : 7 (GUV)
જેથી હું આભાર સ્તુતિ કરીને તમારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું.
ગીતશાસ્ત્ર 26 : 8 (GUV)
હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.
ગીતશાસ્ત્ર 26 : 9 (GUV)
પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહિ;
ગીતશાસ્ત્ર 26 : 10 (GUV)
તેઓને હાથે ઉપદ્રવ થાય છે, અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
ગીતશાસ્ત્ર 26 : 11 (GUV)
પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ. મારા પર દયા રાખીને મને છોડાવી લો.
ગીતશાસ્ત્ર 26 : 12 (GUV)
મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાને ધન્યવાદ આપીશ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: