ગીતશાસ્ત્ર 24 : 1 (GUV)
દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].
ગીતશાસ્ત્ર 24 : 2 (GUV)
કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.
ગીતશાસ્ત્ર 24 : 3 (GUV)
યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ગીતશાસ્ત્ર 24 : 4 (GUV)
જેના હાથ શુદ્ધ છે, ‍ જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].
ગીતશાસ્ત્ર 24 : 5 (GUV)
તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
ગીતશાસ્ત્ર 24 : 6 (GUV)
હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 24 : 7 (GUV)
હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
ગીતશાસ્ત્ર 24 : 8 (GUV)
ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
ગીતશાસ્ત્ર 24 : 9 (GUV)
હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; પુરાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
ગીતશાસ્ત્ર 24 : 10 (GUV)
આ ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: