ગીતશાસ્ત્ર 23 : 1 (GUV)
દાઉદનું ગીત. યહોવા મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
ગીતશાસ્ત્ર 23 : 2 (GUV)
તે લીલાં બીડમાં મને સુવાડે છે; ‍ તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.
ગીતશાસ્ત્ર 23 : 3 (GUV)
તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
ગીતશાસ્ત્ર 23 : 4 (GUV)
જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
ગીતશાસ્ત્ર 23 : 5 (GUV)
મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 23 : 6 (GUV)
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: