ગીતશાસ્ત્ર 16 : 1 (GUV)
દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
ગીતશાસ્ત્ર 16 : 2 (GUV)
મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”
ગીતશાસ્ત્ર 16 : 3 (GUV)
જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.
ગીતશાસ્ત્ર 16 : 4 (GUV)
જેઓ [યહોવાને] બદલે બીજા [દેવને] માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
ગીતશાસ્ત્ર 16 : 5 (GUV)
યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.
ગીતશાસ્ત્ર 16 : 6 (GUV)
મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.
ગીતશાસ્ત્ર 16 : 7 (GUV)
યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.
ગીતશાસ્ત્ર 16 : 8 (GUV)
મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
ગીતશાસ્ત્ર 16 : 9 (GUV)
માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે.
ગીતશાસ્ત્ર 16 : 10 (GUV)
કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ
ગીતશાસ્ત્ર 16 : 11 (GUV)
તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: