ગીતશાસ્ત્ર 15 : 1 (GUV)
દાઉદનું ગીત. હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?
ગીતશાસ્ત્ર 15 : 2 (GUV)
જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હ્રદયમાં સત્ય બોલે છે, તે.
ગીતશાસ્ત્ર 15 : 3 (GUV)
જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
ગીતશાસ્ત્ર 15 : 4 (GUV)
જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;
ગીતશાસ્ત્ર 15 : 5 (GUV)
જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: