ગીતશાસ્ત્ર 149 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. યહોવાની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેમની સ્‍તુતિ કરો.
ગીતશાસ્ત્ર 149 : 2 (GUV)
ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.
ગીતશાસ્ત્ર 149 : 3 (GUV)
તેઓ તેમના નામની સ્‍તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
ગીતશાસ્ત્ર 149 : 4 (GUV)
કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.
ગીતશાસ્ત્ર 149 : 5 (GUV)
સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ.
ગીતશાસ્ત્ર 149 : 6 (GUV)
તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે
ગીતશાસ્ત્ર 149 : 7 (GUV)
તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;
ગીતશાસ્ત્ર 149 : 8 (GUV)
તેઓના રાજાઓને સાંકળોથી, તથા તેઓના હાકેમોને લોઢાની બેડીઓથી બાંધે;
ગીતશાસ્ત્ર 149 : 9 (GUV)
અને લખેલો ચુકાદો તેમના પર બજાવે; એ મન તેના સર્વ સંતોને છે યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: