ગીતશાસ્ત્ર 146 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર.
ગીતશાસ્ત્ર 146 : 2 (GUV)
મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ.
ગીતશાસ્ત્ર 146 : 3 (GUV)
રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.
ગીતશાસ્ત્ર 146 : 4 (GUV)
તેનો પ્રાણ નીકળી જાય છે, [તેનું શરીર] ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.
ગીતશાસ્ત્ર 146 : 5 (GUV)
જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 146 : 6 (GUV)
આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે તેના ઉત્પન્‍નકર્તા યહોવા છે; તે સદા સત્ય પાળનાર છે.
ગીતશાસ્ત્ર 146 : 7 (GUV)
તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.
ગીતશાસ્ત્ર 146 : 8 (GUV)
યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે;
ગીતશાસ્ત્ર 146 : 9 (GUV)
યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે; પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે.
ગીતશાસ્ત્ર 146 : 10 (GUV)
યહોવા સર્વકાળ રાજ કરશે; હે સિયોન, તમારો ઈશ્વર પેઢી દરપેઢી સુધી [રાજ કરશે] યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: