ગીતશાસ્ત્ર 139 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત, હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો.
ગીતશાસ્ત્ર 139 : 2 (GUV)
મારું બોલવું તથા ઊઠવું તમે જાણો છો; તમે મારો વિચાર વેગળેથી સમજો છો.
ગીતશાસ્ત્ર 139 : 3 (GUV)
મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો. તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
ગીતશાસ્ત્ર 139 : 4 (GUV)
કેમ કે, હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
ગીતશાસ્ત્ર 139 : 5 (GUV)
તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે, અને તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
ગીતશાસ્ત્ર 139 : 6 (GUV)
આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
ગીતશાસ્ત્ર 139 : 7 (GUV)
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં?
ગીતશાસ્ત્ર 139 : 8 (GUV)
જો હું આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો!
ગીતશાસ્ત્ર 139 : 9 (GUV)
જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું;
ગીતશાસ્ત્ર 139 : 10 (GUV)
તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને પકડી રાખશે!
ગીતશાસ્ત્ર 139 : 11 (GUV)
જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે, ” ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે!
ગીતશાસ્ત્ર 139 : 12 (GUV)
અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે! [તમારી આગળ] અંધારું અને અજવાળું બેઉ સરખાં જ છે.
ગીતશાસ્ત્ર 139 : 13 (GUV)
મારું અંત:કરણ તમે ઘડ્યું છે; અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે.
ગીતશાસ્ત્ર 139 : 14 (GUV)
ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તમારી આભારસ્તુતિ કરીશ. તમારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી રીતે જાણે છે.
ગીતશાસ્ત્ર 139 : 15 (GUV)
જ્યારે મને અદશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું.
ગીતશાસ્ત્ર 139 : 16 (GUV)
મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
ગીતશાસ્ત્ર 139 : 17 (GUV)
હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
ગીતશાસ્ત્ર 139 : 18 (GUV)
જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય! જ્યારે હું જાગું ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
ગીતશાસ્ત્ર 139 : 19 (GUV)
હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો [તો સારું]; અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ.
ગીતશાસ્ત્ર 139 : 20 (GUV)
તેઓ તમારા વિષે ભૂંડું બોલે છે, તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 139 : 21 (GUV)
હે યહોવા, તમારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહિ કરું? જેઓ તમારી સામા ઊઠે છે તેઓનો શું હું ધિક્કાર નહિ કરું?
ગીતશાસ્ત્ર 139 : 22 (GUV)
હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરું છું; તેઓને હું મારા શત્રુઓ ગણું છું.
ગીતશાસ્ત્ર 139 : 23 (GUV)
હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંત:કરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો;
ગીતશાસ્ત્ર 139 : 24 (GUV)
મારામાં કંઈ દુરાચાર હોય, તો તે તમે જોજો, અને મને સનાતન માર્ગમાં ચલાવજો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: