ગીતશાસ્ત્ર 136 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા અનંતકાળ [ટકનાર] છે.
ગીતશાસ્ત્ર 136 : 2 (GUV)
દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 3 (GUV)
પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 4 (GUV)
જે એકલા મોટા ચમત્કારો કરનાર છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 5 (GUV)
જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્‍ન કર્યાં છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 6 (GUV)
જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 7 (GUV)
મહાન જ્યોતિઓના બનાવનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 8 (GUV)
દિવસ પર અમલ કરવાને જેમણે સૂર્ય બનાવ્યો [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 9 (GUV)
રાત ઉપર અમલ કરવાને જેમણે ચંદ્ર તથા તારા બનાવ્યા [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 10 (GUV)
પ્રથમ જન્મેલાઓને સંહારીને જેમણે મિસરને માર્યો [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 11 (GUV)
વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવી લાવનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 12 (GUV)
બળવાન બાહુ તથા લાંબા કરેલા હાથ વડે તેઓને છોડાવી લાવનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 13 (GUV)
જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 14 (GUV)
તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 15 (GUV)
ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઊથલાવી નાખનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 16 (GUV)
જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 17 (GUV)
મોટા રાજાઓને મારનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 18 (GUV)
નામાંકિત રાજાઓને સંહારનારની [સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 19 (GUV)
એટલે અમોરીઓના રાજા સિહોનને [સંહારનારની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 20 (GUV)
તથા બાશાનના રાજા ઓગને [સંહારનારની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 21 (GUV)
જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 22 (GUV)
જેમણે તે પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 23 (GUV)
જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાર્યાં [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 24 (GUV)
જેમણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 25 (GUV)
જે બધાં પ્રાણીઓને અન્‍ન આપે છે [તેમની સ્તુતિ કરો], કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર 136 : 26 (GUV)
આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: