ગીતશાસ્ત્ર 126 : 1 (GUV)
ચઢવાનું ગીત. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.
ગીતશાસ્ત્ર 126 : 2 (GUV)
ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી; ત્યારે વિદેશીઓએ કહ્યું, “યહોવાએ તેને માટે ભારે કામ કર્યાં છે.”
ગીતશાસ્ત્ર 126 : 3 (GUV)
યહોવાએ અમારે માટે ભારે કામ કર્યાં છે, જેથી અમે આનંદ પામીએ છીએ.
ગીતશાસ્ત્ર 126 : 4 (GUV)
દક્ષિણનાં નાળાંમાં પાણી ચઢે છે, તેમ, હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો.
ગીતશાસ્ત્ર 126 : 5 (GUV)
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.
ગીતશાસ્ત્ર 126 : 6 (GUV)
જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખરેખર આનંદભેર પાછો આવશે.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: