ગીતશાસ્ત્ર 119 : 1 (GUV)
આલેફ સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 2 (GUV)
તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.
ગીતશાસ્ત્ર 119 : 3 (GUV)
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
ગીતશાસ્ત્ર 119 : 4 (GUV)
તમે તમારાં શાસનો ચોક્સાઈથી પાળવાનું અમને ફરમાવ્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 5 (GUV)
તમારા વિધિઓ પાળવાને માટે મારા આચારવિચાર દઢ થાય તો કેવું સારું!
ગીતશાસ્ત્ર 119 : 6 (GUV)
હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.
ગીતશાસ્ત્ર 119 : 7 (GUV)
તમારા અદલ ઇનસાફથી હું માહિતગાર થઈશ, ત્યારે હું શુદ્ધ અંત:કરણથી તમારો આભાર માનીશ.
ગીતશાસ્ત્ર 119 : 8 (GUV)
હું તમારા વિધિઓ પાળીશ; તમે મારો ત્યાગ કરશો નહિ. બેથ
ગીતશાસ્ત્ર 119 : 9 (GUV)
જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.
ગીતશાસ્ત્ર 119 : 10 (GUV)
મેં મારા ખરા હ્રદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 11 (GUV)
હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 12 (GUV)
હે યહોવા, તમે સ્તુત્ય છે; તમારા વિધિઓ મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 13 (GUV)
મારા હોઠોથી મેં તમારા મુખનાં સર્વ ન્યાયવચનો વર્ણવ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 14 (GUV)
તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 15 (GUV)
હું તમારાં શાસનોનું મનન કરીશ; અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ.
ગીતશાસ્ત્ર 119 : 16 (GUV)
તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ
ગીતશાસ્ત્ર 119 : 17 (GUV)
આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહીને તમારું વચન પાળું.
ગીતશાસ્ત્ર 119 : 18 (GUV)
તમારા નિયમશાસ્‍ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો.
ગીતશાસ્ત્ર 119 : 19 (GUV)
હું તો પૃથ્વી પર મુસાફર છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો
ગીતશાસ્ત્ર 119 : 20 (GUV)
તમારાં ન્યાયવચનોની અભિલાષા રાખતાં રાખતાં મારું હ્રદય સદા આશાભંગ થઈ ગયું છે.
ગીતશાસ્ત્ર 119 : 21 (GUV)
તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો; તમારી આજ્ઞાઓને તજીને ભટકનારાઓ પર શાપ આવે છે.
ગીતશાસ્ત્ર 119 : 22 (GUV)
મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો કેમ કે મેં તમારાં સાક્ષ્યો માન્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 23 (GUV)
સરદારો પણ પોતાના આસન પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તમારા સેવકે તો તમારા વિધિઓનું મનન કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 24 (GUV)
વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ
ગીતશાસ્ત્ર 119 : 25 (GUV)
મારો આત્મા ધૂળભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 26 (GUV)
મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 27 (GUV)
મને તમારાં શાસનોનો માર્ગ સમજાવો; જેથી હું તમારાં આશ્ચર્યકારક કૃત્યો પર ધ્યાન રાખું.
ગીતશાસ્ત્ર 119 : 28 (GUV)
મારો જીવ શોકથી પીગળી જાય છે; તમારા વચન પ્રમાણે મને બળવાન કરો.
ગીતશાસ્ત્ર 119 : 29 (GUV)
અસત્યનો માર્ગ મારાથી દૂર કરો. કૃપા કરીને તમારો નિયમ શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 30 (GUV)
મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે; મેં મારી નજરમાં તમારાં ન્યાયવચનોને રાખ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 31 (GUV)
હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવા, મને ફજેત ન કરો.
ગીતશાસ્ત્ર 119 : 32 (GUV)
હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તમે મારા હ્રદયને પ્રફુલ્‍લિત કરો છો. હે
ગીતશાસ્ત્ર 119 : 33 (GUV)
હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ.
ગીતશાસ્ત્ર 119 : 34 (GUV)
મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.
ગીતશાસ્ત્ર 119 : 35 (GUV)
તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.
ગીતશાસ્ત્ર 119 : 36 (GUV)
લોભ તરફ નહિ, પણ તમારાં સાક્ષ્યો તરફ મારું મન વાળો.
ગીતશાસ્ત્ર 119 : 37 (GUV)
વ્યર્થતામાંથી મારી દષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
ગીતશાસ્ત્ર 119 : 38 (GUV)
તમારો ભય ઉપજાવનારું તમારું જે વચન છે તે તમારા સેવકના લાભમાં દઢ કરો.
ગીતશાસ્ત્ર 119 : 39 (GUV)
જે અપમાનથી હું બીહું છું તે મારાથી દૂર કરો; કેમ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
ગીતશાસ્ત્ર 119 : 40 (GUV)
હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.
ગીતશાસ્ત્ર 119 : 41 (GUV)
હે યહોવા, તમારા વચન પ્રમાણે તમારી કૃપા મારા પર થાઓ, અને મારું તારણ કરો.
ગીતશાસ્ત્ર 119 : 42 (GUV)
તેથી હું મારું અપમાન કરનારને ઉત્તર આપી શકીશ; કેમ કે મને તમારા વચનનો ભરોસો છે.
ગીતશાસ્ત્ર 119 : 43 (GUV)
મારા મુખમાંથી સત્યવચનો કદી ન લઈ લો; કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
ગીતશાસ્ત્ર 119 : 44 (GUV)
હું નિરંતર તમારો નિયમ સદા સર્વદા પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 45 (GUV)
હું તમારાં શાસનોનો શોધનાર છું; માટે હું નિરાંતે જીવીશ.
ગીતશાસ્ત્ર 119 : 46 (GUV)
વળી રાજાઓની આગળ હું તમારાં સાક્ષ્યો કહી સંભળાવીશ, અને [તેમાં] શરમાઈશ નહિ.
ગીતશાસ્ત્ર 119 : 47 (GUV)
તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 48 (GUV)
તમારી આજ્ઞાઓ [પાળવા] પણ હું મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; અને હું તમારા વિધિઓનું મનન કરીશ. ઝ
ગીતશાસ્ત્ર 119 : 49 (GUV)
તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
ગીતશાસ્ત્ર 119 : 50 (GUV)
મારા દુ:ખમાં મને દિલાસો મળ્યો છે કે, તમારા વચને મને જીવાડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 51 (GUV)
ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તોપણ હું તમારા નિયમથી પાછો હઠ્યો નથી.
ગીતશાસ્ત્ર 119 : 52 (GUV)
હે યહોવા, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં; ને મને દિલાસો મળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 53 (GUV)
જે ભૂંડાઓ તમારા નિયમને તજે છે. તેઓને જોઈને મને ઝનૂન ચઢી આવે છે.
ગીતશાસ્ત્ર 119 : 54 (GUV)
તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારાં ગીત થયાં છે.
ગીતશાસ્ત્ર 119 : 55 (GUV)
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 56 (GUV)
મેં તમારાં શાસનો પાળ્યાં છે, તેથી મને એમ જ થાય છે. ખેથ
ગીતશાસ્ત્ર 119 : 57 (GUV)
હે યહોવા, તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ, એમ મેં કહ્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 58 (GUV)
મેં મારા ખરા હ્રદયથી તમારી કૃપાની માગણી કરી; તમારા વચન પ્રમાણે મારા પર દયા કરો.
ગીતશાસ્ત્ર 119 : 59 (GUV)
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે, અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
ગીતશાસ્ત્ર 119 : 60 (GUV)
મેં તમારી આજ્ઞાઓ પાળવાને ઉતાવળ કરી છે, અને વાર લગાડી નથી.
ગીતશાસ્ત્ર 119 : 61 (GUV)
દુષ્ટોનાં બંધનોએ મને ઘેરી લીધો છે: પણ હું તમારા નિયમને વીસરી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 62 (GUV)
તમારાં અદલ ન્યાયવચનોને લીધે હું તમારો આભાર માનવાને મધરાતે ઊઠીશ.
ગીતશાસ્ત્ર 119 : 63 (GUV)
જે કોઈ તમારાં શાસનો પાળનારા તમારા ભક્તો છે, તે સર્વનો હું સોબતી છું.
ગીતશાસ્ત્ર 119 : 64 (GUV)
હે યહોવા, તમારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે; મને તમારા વિધિઓ શીખવો. ટેથ
ગીતશાસ્ત્ર 119 : 65 (GUV)
હે યહોવા, તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 66 (GUV)
મને સારો વિવેક તથા ડહાપણ શીખવો; કેમ કે મેં તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 67 (GUV)
દુ:ખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો; પણ હમણાં હું તમારું વચન પાળું છું.
ગીતશાસ્ત્ર 119 : 68 (GUV)
તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; તમારા વિધિઓ મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 69 (GUV)
ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 70 (GUV)
તેઓનું અંત:કરણ સ્થૂળ છે; પણ હું તમારા નિયમમાં આનંદ માનું છું
ગીતશાસ્ત્ર 119 : 71 (GUV)
હું દુ:ખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો.
ગીતશાસ્ત્ર 119 : 72 (GUV)
હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ
ગીતશાસ્ત્ર 119 : 73 (GUV)
તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો.
ગીતશાસ્ત્ર 119 : 74 (GUV)
તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે.
ગીતશાસ્ત્ર 119 : 75 (GUV)
હે યહોવા, તમારાં ન્યાયવચનો અદલ છે, અને વિશ્વાસુપણાને તમે મને દુ:ખી કર્યો છે, એમ હું જાણું છું.
ગીતશાસ્ત્ર 119 : 76 (GUV)
તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
ગીતશાસ્ત્ર 119 : 77 (GUV)
હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો; કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 78 (GUV)
ગર્વિષ્ઠો ફજેત થાઓ; કેમ કે તેઓએ વિનાકારણ મારી સાથે કપટ કર્યું છે; પણ હું તમારાં શાસનોનું મનન કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 79 (GUV)
તમારા ભક્તો, એટલે જેઓ તમારાં સાક્ષ્યો જાણે છે, તેઓ મારા તરફ વળો.
ગીતશાસ્ત્ર 119 : 80 (GUV)
મારું હ્રદય તમારા વિધિઓ વિષે પૂર્ણ થાય કે, મારે લજવાવું ન પડે. કાફ
ગીતશાસ્ત્ર 119 : 81 (GUV)
તમારા તારણને માટે મારો જીવ મૂંઝાય છે; પણ હું તમારા વચનની આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 82 (GUV)
“તમે મને ક્યારે દિલાસો આપશો?” એમ કહેતાં મારી આંખો તમારા વચનને માટે નિસ્‍તેજ થઈ જાય છે.
ગીતશાસ્ત્ર 119 : 83 (GUV)
વળી હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; તોપણ હું તમારા વિધિઓને વીસરતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 84 (GUV)
તમારા સેવકના દિવસ કેટલા છે? તમે સતાવનારાનો ન્યાય ક્યારે કરશો?
ગીતશાસ્ત્ર 119 : 85 (GUV)
જે ગર્વિષ્ઠો તમારા નિયમાનુસાર વર્તતા નથી, તેઓએ મારે માટે ખાડા ખોદ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 86 (GUV)
તેઓ મને વિનાકારણ સતાવે છે; તમે મને સહાય કરો; તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસયોગ્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 87 (GUV)
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો; તોપણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નહિ.
ગીતશાસ્ત્ર 119 : 88 (GUV)
તમારી કૃપા પ્રમાણે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ
ગીતશાસ્ત્ર 119 : 89 (GUV)
હે યહોવા, તમારું વચન આકાશમાં સદા સ્થિર છે.
ગીતશાસ્ત્ર 119 : 90 (GUV)
પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું કાયમ રહે છે; તમે પૃથ્વીને સ્થાપી છે, અને તે નીભી રહે છે.
ગીતશાસ્ત્ર 119 : 91 (GUV)
આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે.
ગીતશાસ્ત્ર 119 : 92 (GUV)
જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુ:ખમાં નાશ પામત.
ગીતશાસ્ત્ર 119 : 93 (GUV)
હું તમારાં શાસનોને કદી વીસરીશ નહિ; કેમ કે તમે તેઓથી મને જીવાડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 94 (GUV)
હું તમારો છું, મને બચાવો; કેમ કે મેં તમારાં શાસનો શોધ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 95 (GUV)
દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઈ રહ્યા છે; પણ હું તમારાં સાક્ષ્યો ધ્યાનમાં રાખીશ.
ગીતશાસ્ત્ર 119 : 96 (GUV)
મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તમારી આજ્ઞાની સીમા જ નથી. મેમ
ગીતશાસ્ત્ર 119 : 97 (GUV)
હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 98 (GUV)
તમારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે.
ગીતશાસ્ત્ર 119 : 99 (GUV)
મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમ કે હું તમારાં સાક્ષ્યોનું ધ્યાન ધરું છું.
ગીતશાસ્ત્ર 119 : 100 (GUV)
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તમારાં શાસનો પાળ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 101 (GUV)
હું તમારું વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હઠાવ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 102 (GUV)
હું તમારાં ન્યાયવચનોથી ખસી ગયો નથી; કેમ કે તમે મને શિક્ષણ આપ્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 103 (GUV)
મારી રુચિને તમારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મુખને મધના કરતાં વધુ મીઠાં છે!
ગીતશાસ્ત્ર 119 : 104 (GUV)
તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું હરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન
ગીતશાસ્ત્ર 119 : 105 (GUV)
મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.
ગીતશાસ્ત્ર 119 : 106 (GUV)
હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.
ગીતશાસ્ત્ર 119 : 107 (GUV)
હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 108 (GUV)
હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકારો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 109 (GUV)
મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે; તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 110 (GUV)
દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે; તોપણ હું તમારાં શાસનો મૂકીને ભમી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 111 (GUV)
મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 112 (GUV)
તમારા વિધિઓ છેવટ સુધી સદા પાળવાને મેં મારા હ્રદયને વાળ્યું છે. સામેખ
ગીતશાસ્ત્ર 119 : 113 (GUV)
હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 114 (GUV)
તમે મારી ઓથ તથા ઢાલ છો; હું તમારા વચનની આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 115 (GUV)
અરે ભૂંડું કરનારા, તમે મારી પાસેથી ખસી જાઓ કે, હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
ગીતશાસ્ત્ર 119 : 116 (GUV)
હું જીવું માટે તમારા વચન પ્રમાણે મને આધાર આપો. મારી આશા વિષે મને ફજેત કરશો નહિ.
ગીતશાસ્ત્ર 119 : 117 (GUV)
તમે મારા સહાયકારી થાઓ. એટલે હું સલામત રહીશ, અને હું નિત્ય તમારા વિધિઓ પર લક્ષ આપીશ.
ગીતશાસ્ત્ર 119 : 118 (GUV)
તમારા વિધિઓથી સર્વ ભમી જનારાને તમે હલકા ગણ્યા છે; કેમ કે તેઓનો ઢોંગ ફોકટ છે.
ગીતશાસ્ત્ર 119 : 119 (GUV)
કચરાની જેમ તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને બાતલ કરો છે; માટે હું તમારાં સાક્ષ્યો પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 120 (GUV)
તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન
ગીતશાસ્ત્ર 119 : 121 (GUV)
મેં ન્યાય તથા અદલ ઇનસાફ કર્યો છે; મારા પર જુલમ કરનારાના હાથમાં મને ન સોંપો.
ગીતશાસ્ત્ર 119 : 122 (GUV)
તમારા સેવકના કલ્યાણને માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 123 (GUV)
તમારા તારણની ને તમારા પવિત્ર વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થાય છે.
ગીતશાસ્ત્ર 119 : 124 (GUV)
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો, તમારા વિધિઓ મને શીખવજો.
ગીતશાસ્ત્ર 119 : 125 (GUV)
હું તમારો સેવક છું. મને બુદ્ધિ આપો; જેથી હું તમારાં સાક્ષ્યો સમજું.
ગીતશાસ્ત્ર 119 : 126 (GUV)
હવે યહોવાને કામ કરવાનો સમય આવ્યો છે; કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 127 (GUV)
તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 128 (GUV)
તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે
ગીતશાસ્ત્ર 119 : 129 (GUV)
તમારાં સાક્ષ્યો આશ્ચર્યકારક છે; માટે મારો જીવ તેમને પાળે છે.
ગીતશાસ્ત્ર 119 : 130 (GUV)
તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.
ગીતશાસ્ત્ર 119 : 131 (GUV)
હું મારું મોં ઉઘાડીને તલપી રહ્યો; કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
ગીતશાસ્ત્ર 119 : 132 (GUV)
જેમ તમારા નામ પર પ્રેમ રાખનારાની સાથે તમે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
ગીતશાસ્ત્ર 119 : 133 (GUV)
તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલાં ભરાવો; અને કોઈ પણ અન્યાયને મારા પર ધણીપણું કરવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 134 (GUV)
માણસના જુલમમાંથી મારો ઉદ્ધાર કરો; એટલે હું તમારાં શાસનો પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 135 (GUV)
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા વિધિઓ મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 136 (GUV)
તમારો નિયમ તેઓ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે છે. સાદે
ગીતશાસ્ત્ર 119 : 137 (GUV)
હે યહોવા, તમે ન્યાયી છો, તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
ગીતશાસ્ત્ર 119 : 138 (GUV)
ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 139 (GUV)
મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે, તેથી મારા જુસ્સાએ મને ક્ષીણ કરી નાખ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 140 (GUV)
તમારું વચન તદ્દન નિર્મળ છે; માટે તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
ગીતશાસ્ત્ર 119 : 141 (GUV)
હું નાનો તથા ધિક્કારાયેલો છું; તોપણ હું તમારાં શાસનો ભૂલી જતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 142 (GUV)
તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકનારું ન્યાયીપણું છે, અને તમારો નિયમ સત્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 143 (GUV)
શોક તથા દુ:ખ મારા પર આવી પડ્યાં છે; તોપણ તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 144 (GUV)
તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપો, એટલે હું જીવતો રહીશ. કોફ
ગીતશાસ્ત્ર 119 : 145 (GUV)
મેં ખરા હ્રદયથી વિનંતી કરી છે; હે યહોવા, મને ઉત્તર આપો; હું તમારા વિધિઓ પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 146 (GUV)
મેં તમને વિનંતી કરી છે; મને બચાવો; એટલે હું તમારાં સાક્ષ્યો પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 147 (GUV)
પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્ત્ર 119 : 148 (GUV)
તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્ત્ર 119 : 149 (GUV)
તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 150 (GUV)
જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી પાસે આવે છે; તેઓ તમારા નિયમથી દૂર છે.
ગીતશાસ્ત્ર 119 : 151 (GUV)
હે યહોવા, તમે પાસે છો; અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 152 (GUV)
મેં પૂર્વે તમારાં સાક્ષ્યોથી જાણ્યું છે કે, તમે તેઓને સર્વકાળને માટે સ્થાપ્યાં છે. રેશ
ગીતશાસ્ત્ર 119 : 153 (GUV)
મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 154 (GUV)
મારી હિમાયત કરો અને મને છોડાવો; તમારા વચન પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 155 (GUV)
દુષ્ટોથી તારણ વેગળું રહે છે; કેમ કે તેઓ તમારા વિધિઓ શોધતા નથી.
ગીતશાસ્ત્ર 119 : 156 (GUV)
હે યહોવા, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 157 (GUV)
મને સતાવનારા તથા મારા શત્રુઓ ઘણા છે; તોપણ હું તમારાં સાક્ષ્યોથી પાછો હઠી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 158 (GUV)
મેં વિશ્વાસઘાતીઓને જોયા ત્યારે મેં તેઓને ધિક્કાર્યા, કેમ કે તેઓ તમારાં વચન પાળતાં નથી.
ગીતશાસ્ત્ર 119 : 159 (GUV)
હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું તે તમે ધ્યાનમાં લેજો; હે યહોવા, તમારી કૃપા પ્રમાણે મને જીવાડો.
ગીતશાસ્ત્ર 119 : 160 (GUV)
તમારું વચન અથથી તે ઇતિ સુધી સત્ય છે; તમારાં સર્વ ન્યાયવચનો સદાકાળ [ટકનારાં છે]. શીન
ગીતશાસ્ત્ર 119 : 161 (GUV)
સરદારોએ વિનાકારણ મને સતાવ્યો છે; પણ મારું હ્રદય તમારાં વચનનું ભય રાખે છે.
ગીતશાસ્ત્ર 119 : 162 (GUV)
મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
ગીતશાસ્ત્ર 119 : 163 (GUV)
અસત્ય ઉપર હું દ્વેષ રાખું છું અને તેનાથી કંટાળું છું; પણ તમારા નિયમ ઉપર હું પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 164 (GUV)
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 165 (GUV)
તમારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે. તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.
ગીતશાસ્ત્ર 119 : 166 (GUV)
હે યહોવા, મેં તમારા તારણની આશા રાખી છે, કેમ કે મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
ગીતશાસ્ત્ર 119 : 167 (GUV)
મારા આત્માએ તમારાં સાક્ષ્યો પાળ્યાં છે; તેમના પર હું ઘણો જ પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 168 (GUV)
મેં તમારાં શાસનો તથા સાક્ષ્યો પાળ્યાં છે કેમ કે મારી બધી ચાલચલગત તમને વિદિત છે. તાવ
ગીતશાસ્ત્ર 119 : 169 (GUV)
હે યહોવા, મારા પોકારને તમારી પાસે આવવા દો; તમારા વચન પ્રમાણે મને સમજણ આપો.
ગીતશાસ્ત્ર 119 : 170 (GUV)
મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને છોડાવો.
ગીતશાસ્ત્ર 119 : 171 (GUV)
મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારો; કેમ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
ગીતશાસ્ત્ર 119 : 172 (GUV)
મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો; કેમ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
ગીતશાસ્ત્ર 119 : 173 (GUV)
તમારો હાથ મને સહાય કરવા તૈયાર થાઓ; કેમ કે મેં તમારાં શાસન પસંદ કર્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 174 (GUV)
હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 175 (GUV)
મારા આત્માને જીવાડો, એટલે તે તમારી સ્તુતિ કરશે; તમારાં ન્યાયવચનો મને સહાય કરો.
ગીતશાસ્ત્ર 119 : 176 (GUV)
હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176

BG:

Opacity:

Color:


Size:


Font: