ગીતશાસ્ત્ર 116 : 1 (GUV)
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્‍યાં છે. તેથી હું તેમના પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 116 : 2 (GUV)
તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 3 (GUV)
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં.
ગીતશાસ્ત્ર 116 : 4 (GUV)
ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, “હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો.”
ગીતશાસ્ત્ર 116 : 5 (GUV)
યહોવા કૃપાળુ તથા ન્યાયી છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
ગીતશાસ્ત્ર 116 : 6 (GUV)
યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો, અને તેમણે મને બચાવ્યો.
ગીતશાસ્ત્ર 116 : 7 (GUV)
હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
ગીતશાસ્ત્ર 116 : 8 (GUV)
તમે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યાં.
ગીતશાસ્ત્ર 116 : 9 (GUV)
હું જીવલોકમાં યહોવાની સમક્ષ ચાલીશ.
ગીતશાસ્ત્ર 116 : 10 (GUV)
મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. હું ઘણો દુ:ખી થઈ ગયો હતો;
ગીતશાસ્ત્ર 116 : 11 (GUV)
મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”
ગીતશાસ્ત્ર 116 : 12 (GUV)
હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
ગીતશાસ્ત્ર 116 : 13 (GUV)
હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 14 (GUV)
યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 15 (GUV)
યહોવાની દષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
ગીતશાસ્ત્ર 116 : 16 (GUV)
હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે.
ગીતશાસ્ત્ર 116 : 17 (GUV)
હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 18 (GUV)
યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ.
ગીતશાસ્ત્ર 116 : 19 (GUV)
હે યરુશાલેમ, તારામાં, યહોવાના મંદિરનાં આંગણામાં [હું માનતાઓ ચઢાવીશ]. યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: