ગીતશાસ્ત્ર 11 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત] યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”
ગીતશાસ્ત્ર 11 : 2 (GUV)
કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.
ગીતશાસ્ત્ર 11 : 3 (GUV)
[રાજ્યના] પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
ગીતશાસ્ત્ર 11 : 4 (GUV)
યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.
ગીતશાસ્ત્ર 11 : 5 (GUV)
યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.
ગીતશાસ્ત્ર 11 : 6 (GUV)
તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.
ગીતશાસ્ત્ર 11 : 7 (GUV)
કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: