ગીતશાસ્ત્ર 109 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત હે મારા સ્તુતિના ઈશ્વર, તમે મૂંગા ન રહો.
ગીતશાસ્ત્ર 109 : 2 (GUV)
કેમ કે દુષ્ટો તથા કપટીઓનાં મુખ મારી વિરુદ્ધ ઊઘડ્યાં છે. તેઓ મારી સામે પોતાની જીભે જૂઠું બોલ્યા છે.
ગીતશાસ્ત્ર 109 : 3 (GUV)
વળી તેઓએ દ્વેષના શબ્દો વડે મને ઘેરી લીધો છે, અને મારી સાથે વિનાકારણ લડાઈ કરી છે.
ગીતશાસ્ત્ર 109 : 4 (GUV)
મારા પ્રેમમાં બદલામાં તેઓ મારા શત્રુ થયા છે. પણ હું તો પ્રાર્થના જ [કર્યા કરું છું.]
ગીતશાસ્ત્ર 109 : 5 (GUV)
વળી તેઓએ ઉપકારને બદલે અપકાર, અને મારા પ્રેમને બદલે દ્વેષ કર્યો છે.
ગીતશાસ્ત્ર 109 : 6 (GUV)
તેના ઉપર તમે કોઈ દુષ્ટને નીમો; અને તેને જમણે હાથે [કોઈ] સામાવાળિયાને ઊભો રાખો.
ગીતશાસ્ત્ર 109 : 7 (GUV)
તેઓ ન્યાય ચૂકવતાં તે અપરાધી ઠરો; અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
ગીતશાસ્ત્ર 109 : 8 (GUV)
તેના દિવસો થોડા થાઓ. અને તેનો હોદ્દો બીજો લઈ લો.
ગીતશાસ્ત્ર 109 : 9 (GUV)
તેનાં છોકરાં અનાથ, અને તેની પત્ની વિધવા, થાઓ.
ગીતશાસ્ત્ર 109 : 10 (GUV)
તેનાં છોકરાં રખડી રખડીને ભીખ માગો; તેઓ પોતાનાં ઉજ્‍જડ થયેલાં ઘરોને છોડીને રોટલી માગી ખાઓ.
ગીતશાસ્ત્ર 109 : 11 (GUV)
તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ, અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો.
ગીતશાસ્ત્ર 109 : 12 (GUV)
તેના પર કૃપા રાખનાર ન રહો; અને તેનાં અનાથ છોકરાં પર કોઈ દયા રાખનાર ન હો.
ગીતશાસ્ત્ર 109 : 13 (GUV)
તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ.
ગીતશાસ્ત્ર 109 : 14 (GUV)
તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો, અને તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ.
ગીતશાસ્ત્ર 109 : 15 (GUV)
તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામનિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે.
ગીતશાસ્ત્ર 109 : 16 (GUV)
કેમ કે તેણે દયા કરવાનું ભાન રાખ્યું નહિ, પણ ગરીબ તથા દરિદ્રી માણસને અને આશાભંગ મનુષ્યને મારી નાખવા માટે તેણે તેઓની સતાવણી કરી.
ગીતશાસ્ત્ર 109 : 17 (GUV)
હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો; આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો. તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ.
ગીતશાસ્ત્ર 109 : 18 (GUV)
તેણે વસ્‍ત્રની જેમ પોતાને અંગે શાપ ધારણ કર્યો હતો. તે પાણીની માફક તેના અંત:કરણમાં, અને તેલની જેમ તેનાં હાડકાંમાં પેસતો હતો.
ગીતશાસ્ત્ર 109 : 19 (GUV)
પહેરવાનાં લૂગડાંની જેમ તે તેને ઢાંકનાર થાઓ, અને કમરબંધની જેમ તે નિત્ય તેને વીંટળાયેલો રહો.
ગીતશાસ્ત્ર 109 : 20 (GUV)
જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો.
ગીતશાસ્ત્ર 109 : 21 (GUV)
પણ, હે યહોવા, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે [ઉપાય] કરો; તમારી કૃપા ઉત્તમ છે, માટે મારો છૂટકો કરો.
ગીતશાસ્ત્ર 109 : 22 (GUV)
કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું, મારું હ્રદય વીંધાઈ ગયેલું છે.
ગીતશાસ્ત્ર 109 : 23 (GUV)
હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું, મને તીડની જેમ આમતેમ ફેંકવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 109 : 24 (GUV)
મારાં ઘૂંટણ લાંઘણથી લથડિયાં ખાય છે. અને મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
ગીતશાસ્ત્ર 109 : 25 (GUV)
હું તેઓને મહેણારૂપ થઈ ગયો છું, તેઓ મને તાકીને જોઈને માથાં હલાવે છે.
ગીતશાસ્ત્ર 109 : 26 (GUV)
હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો, તમારી કૃપા પ્રમાણે મારું તારણ કરો.
ગીતશાસ્ત્ર 109 : 27 (GUV)
જેથી, હે યહોવા, તે તમે જ આ તમારે હાથે કર્યું છે એમ તેઓ જાણે.
ગીતશાસ્ત્ર 109 : 28 (GUV)
તેઓ શાપ આપે, પણ તમે આશીર્વાદ આપો; તેઓ [સામા] ઊઠે ત્યારે તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે.
ગીતશાસ્ત્ર 109 : 29 (GUV)
મારા શત્રુઓ વસ્‍ત્રની જેમ લાજથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ.
ગીતશાસ્ત્ર 109 : 30 (GUV)
હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ; હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ.
ગીતશાસ્ત્ર 109 : 31 (GUV)
કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: