ગીતશાસ્ત્ર 105 : 1 (GUV)
યહોવાનો આભાર માનો તેમના નામને વિનંતી કરો; લોકોમાં તેમનાં કૃત્યો પ્રસિદ્ધ કરો.
ગીતશાસ્ત્ર 105 : 2 (GUV)
તેમની આગળ ગાઓ. તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો
ગીતશાસ્ત્ર 105 : 3 (GUV)
તેમના પવિત્ર નામનું તમે અભિમાન કરો; યહોવાને શોધનારનાં હ્રદયો આનંદ પામો.
ગીતશાસ્ત્ર 105 : 4 (GUV)
યહોવાને તથા તેમના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો.
ગીતશાસ્ત્ર 105 : 5 (GUV)
તેમણે જે આશ્વર્યકારક કામો કર્યાં છે તે યાદ રાખો; તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો [યાદ રાખો].
ગીતશાસ્ત્ર 105 : 6 (GUV)
તેમના સેવક ઇબ્રાહિમનાં સંતાન, યાકૂબના પુત્રો, તેમના પસંદ કરેલા [તેમને તમે યાદ રાખો].
ગીતશાસ્ત્ર 105 : 7 (GUV)
તે આપણા ઈશ્વર યહોવા છે; આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયના કૃત્યો [પ્રસિદ્ધ] છે.
ગીતશાસ્ત્ર 105 : 8 (GUV)
હજારો પેઢીઓને આપેલું પોતાનું વચન, એટલે પોતાનો કરેલો કરાર, તેમણે સદાકાળ યાદ રાખ્યો છે;
ગીતશાસ્ત્ર 105 : 9 (GUV)
એટલે જે [કરાર] તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો, અને ઇસહાક પ્રત્યે પ્રતિજ્ઞા [કરી હતી];
ગીતશાસ્ત્ર 105 : 10 (GUV)
અને નિયમ તરીકે એ જ વાત યાકૂબને માટે [તેમણે] સ્થાપન કરી, જેથી તે ઇઝરાયલને માટે સદાકાળનો કરાર થાય.
ગીતશાસ્ત્ર 105 : 11 (GUV)
તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારો ઠરાવેલો વારસો [થશે].”
ગીતશાસ્ત્ર 105 : 12 (GUV)
તે વખતે તેઓ સંખ્યામાં થોડાં હતાં; છેક થોડાં, અને વળી તેમાં તેઓ મુસાફર હતાં!
ગીતશાસ્ત્ર 105 : 13 (GUV)
તેઓ એક દેશથી બીજે દેશ, અને એક રાજયમાંથી બીજા રાજયમાં ફરતાં.
ગીતશાસ્ત્ર 105 : 14 (GUV)
તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી!
ગીતશાસ્ત્ર 105 : 15 (GUV)
[તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”
ગીતશાસ્ત્ર 105 : 16 (GUV)
વળી તેમણે દુકાળને તે દેશમાં આવવાને ફરમાવ્યું; અને રોટલીનો આધાર તદ્દન તોડી નાખ્યો.
ગીતશાસ્ત્ર 105 : 17 (GUV)
વળી તેમણે તેઓની આગળ યૂસફ [કે જે] ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
ગીતશાસ્ત્ર 105 : 18 (GUV)
તેમના વચનનો સમય આવી પહોંચ્યો ત્યાં સુધી તેઓએ તેના પગોમાં બેડીઓ નાખી.
ગીતશાસ્ત્ર 105 : 19 (GUV)
તે લોઢા [ની સાંકળો] માં રહ્યો; યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી.
ગીતશાસ્ત્ર 105 : 20 (GUV)
રાજાઓએ [માણસોને] મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
ગીતશાસ્ત્ર 105 : 21 (GUV)
તેણે તેને પોતાના મહેલનો કારભારી, અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો; કે
ગીતશાસ્ત્ર 105 : 22 (GUV)
તે પોતાની મરજી પ્રમાણે રાજયના અમીરોને કબજે રાખે, અને તેના મંત્રીઓને સમજણ આપે.
ગીતશાસ્ત્ર 105 : 23 (GUV)
વળી ઇઝરાયલ મિસરમાં આવ્યો; હામના દેશમાં યાકૂબે મુકામ કર્યો.
ગીતશાસ્ત્ર 105 : 24 (GUV)
તેમણે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા, અને તેમના દુશ્મનો કરતાં તેઓને બળવાન કર્યા.
ગીતશાસ્ત્ર 105 : 25 (GUV)
તેમણે પોતાના લોકો પર દ્વેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.
ગીતશાસ્ત્ર 105 : 26 (GUV)
તેમણે પોતાના સેવક મૂસાને, તથા પોતાના પસંદ કરેલા હારુનને મોકલ્યા.
ગીતશાસ્ત્ર 105 : 27 (GUV)
તેઓએ તે લોકોમાં તેમનાં ચિહ્નનો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો [પ્રગટ કર્યા].
ગીતશાસ્ત્ર 105 : 28 (GUV)
તેમણે અંધકાર મોકલ્યો એટલે અંધારું થયું; તેઓ તેમની વાતની સામા થયા નહિ.
ગીતશાસ્ત્ર 105 : 29 (GUV)
તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું, અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
ગીતશાસ્ત્ર 105 : 30 (GUV)
તેઓની જમીનમાં પુષ્કળ દેડકાં પેદા થયાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી [ભરાયાં].
ગીતશાસ્ત્ર 105 : 31 (GUV)
તે બોલ્યાં, એટલે ડાંસ તથા જૂઓ તેઓની સર્વ સીમોમાં ભરાયાં.
ગીતશાસ્ત્ર 105 : 32 (GUV)
તેમણે વરસાદને સ્થાને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ [સળગાવ્યો].
ગીતશાસ્ત્ર 105 : 33 (GUV)
તેઓના દ્રાક્ષાવેલાઓ તથા અંજીરીઓ પણ તેમણે ભાંગી નાખ્યાં; અને તેઓની સીમોનાં વૃક્ષો તોડી પાડ્યાં.
ગીતશાસ્ત્ર 105 : 34 (GUV)
તે બોલ્યાં, એટલે અગણિત તીડો તથા ઈયળો આવ્યાં;
ગીતશાસ્ત્ર 105 : 35 (GUV)
તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં, અને જમીનમાં સર્વ ફળ ભક્ષ કરી ગયાં.
ગીતશાસ્ત્ર 105 : 36 (GUV)
તેઓના દેશમાંના સર્વ પ્રથમ જન્મેલાને, એટલે તેઓના મુખ્ય બળવાનોને, ઈશ્વરે મારી નાખ્યા,
ગીતશાસ્ત્ર 105 : 37 (GUV)
તે તેઓને સોનારૂપા સહિત કાઢી લાવ્યા; અને તેઓનાં કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
ગીતશાસ્ત્ર 105 : 38 (GUV)
તેઓ ગયા ત્યારે મિસરના લોક આનંદ પામ્યા. કેમ કે તેમને લીધે તેઓ ત્રાસ પામ્યા હતા.
ગીતશાસ્ત્ર 105 : 39 (GUV)
તેમણે આચ્છાદનને માટે વાદળું પસાર્યું; વળી રાત્રે અજવાળું આપવા માટે અગ્નિ [મોકલ્યો].
ગીતશાસ્ત્ર 105 : 40 (GUV)
તેઓએ માગ્યું ત્યારે ઈશ્વર લાવરીઓ લાવ્યા, આકાશમાંની રોટલીથી તેઓને તૃપ્ત કર્યા.
ગીતશાસ્ત્ર 105 : 41 (GUV)
તેમણે ખડક તોડ્યો, એટલે પાણી નીકળી આવ્યું; તે નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું,
ગીતશાસ્ત્ર 105 : 42 (GUV)
તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના પવિત્ર વચનનું સ્મરણ કર્યું.
ગીતશાસ્ત્ર 105 : 43 (GUV)
પોતાના લોકોને આનંદ સહિત, તથા પોતાના પસંદ કરેલાઓને ઊલટભેર, તે કાઢી લાવ્યા.
ગીતશાસ્ત્ર 105 : 44 (GUV)
વળી તેમણે તેઓને વિદેશીઓના દેશ આપ્યા; અને તે લોકોએ કરેલા શ્રમનાં ફળનો વારસો તેમને મળ્યો;
ગીતશાસ્ત્ર 105 : 45 (GUV)
જેથી તેઓ ઈશ્વરના વિધિઓ માને, અને તેમના નિયમ પાળે. તમે યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: