ન હેમ્યા 11 : 1 (GUV)
લોકોના સરદારો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક [માણસ] પવિત્ર નગર યરુશાલેમમાં વસવા માટે જાય, અને [બાકીના] નવ બીજા નગરોમાં [રહે].
ન હેમ્યા 11 : 2 (GUV)
જેઓ યરુશાલેમમાં રહેવા માટે રાજીખુશીથી આગળ પડ્યા, તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો.
ન હેમ્યા 11 : 3 (GUV)
પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.
ન હેમ્યા 11 : 4 (GUV)
યરુશાલેમમાં યહૂદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના: પેરેશના પુત્રોમાંના માહલાલેલના પુત્ર શફાટ્યાના પુત્ર અમાર્યાના પુત્ર ઝખાર્યાના પુત્ર ઉઝ્ઝિયાનો પુત્ર અથાયા;
ન હેમ્યા 11 : 5 (GUV)
અને શીલોનીના પુત્ર ઝખાર્યાના પુત્ર યોયારીબના પુત્ર અદાયાના પુત્ર હઝાયાના પુત્ર કોલ-હોઝેના પુત્ર બારુખનો પુત્ર માસેયા.
ન હેમ્યા 11 : 6 (GUV)
પેરેશના સર્વ પુત્રો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા.
ન હેમ્યા 11 : 7 (GUV)
બિન્યામીનના પુત્રો આ છે: યશાયાના પુત્ર ઇથીએલના પુત્ર માસેયાના પુત્ર કોલાયાના પુત્ર પાદાયાના પુત્ર યોએલના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લુ.
ન હેમ્યા 11 : 8 (GUV)
અને તેના પછી ગાબ્બાથ, સાલ્લાય, એઓ નવસો અઠ્ઠાવીસ હતા.
ન હેમ્યા 11 : 9 (GUV)
ઝિખ્રીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો; હાસ્સનૂઆનો પુત્ર યહૂદા (એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો.)
ન હેમ્યા 11 : 10 (GUV)
યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન.
ન હેમ્યા 11 : 11 (GUV)
અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામનાં પુત્ર હિલ્કિયાનો પુત્ર સરાયા, એ ઈશ્વરના મંદિરનો કારભારી હતો,
ન હેમ્યા 11 : 12 (GUV)
અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા; માલ્કિયાના પુ્ત્ર પાશહૂરના પુત્ર ઝખાર્યાના પુત્ર આમ્સીના પુત્ર પલાલ્ચાના પુત્ર યરોહામનો પુત્ર અદાયા,
ન હેમ્યા 11 : 13 (GUV)
તથા તેના ભાઈઓ, એ પિતૃઓનાં કુટુંબોના વડીલો, બસો બેતાળીસ, ઇમ્મેરના પુત્ર અઝારેલનો પુત્ર અમાશસાય,
ન હેમ્યા 11 : 14 (GUV)
તથા તેઓના ભાઈઓ, એ પરાક્મી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો.
ન હેમ્યા 11 : 15 (GUV)
લેવીઓમાંના: બુન્નીના પુત્ર હશાબ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશ્શૂબનો પુત્ર શમાયા;
ન હેમ્યા 11 : 16 (GUV)
લેવીઓના વડીલોમાંના શાબ્બાથાય તથા યોઝાબાદ ઈશ્વરના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;
ન હેમ્યા 11 : 17 (GUV)
અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો; તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુ્ત્ર આબ્દા હતો.
ન હેમ્યા 11 : 18 (GUV)
પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ બસો ચોર્યાસી હતા.
ન હેમ્યા 11 : 19 (GUV)
તે ઉપરાંત આક્કૂબ, ટાલ્મોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનારા દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
ન હેમ્યા 11 : 20 (GUV)
બાકીના ઇઝરાયલીઓ, લેવીઓ, યાજકો, યહૂદિયાના સર્વ નગરોમાં પોતપોતાનાં વતનોમાં હતા.
ન હેમ્યા 11 : 21 (GUV)
પણ નથીનીમ ઓફેલમાં વસ્યા; સીહા તથા ગિશ્પા નથીનીમના ઉપરી હતા.
ન હેમ્યા 11 : 22 (GUV)
યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.
ન હેમ્યા 11 : 23 (GUV)
તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગવૈયાઓને પ્રતિદિનની અગત્ય પ્રમાણે નિયુક્ત ભત્તું [આપવું].
ન હેમ્યા 11 : 24 (GUV)
અને યહૂદાના પુત્ર ઝેરાના પુત્રોમાંના મશેઝાબેલનો પુત્ર પેથાહ્યા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
ન હેમ્યા 11 : 25 (GUV)
ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના પુત્રોમાંના કેટલાએક કિર્યાથ-આર્બામાં તથા તેના કસબાઓમાં, દિબોનમાં તથા તેના કસબાઓમાં, યાકાબ્સેલમાં તથા તેના કસબાઓમાં રહ્યા.
ન હેમ્યા 11 : 26 (GUV)
અને યેશૂઆમાં, મોલાદમાં, બેથ-પેલેટમાં;
ન હેમ્યા 11 : 27 (GUV)
હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;
ન હેમ્યા 11 : 28 (GUV)
સિકલાગમાં, મખોનામાં તથા તેના કસબાઓમાં;
ન હેમ્યા 11 : 29 (GUV)
એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં;
ન હેમ્યા 11 : 30 (GUV)
ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓના કસબાઓમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં, અને અઝેકા તથા તેના કસબાઓમાં વસ્યા. એમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
ન હેમ્યા 11 : 31 (GUV)
બિન્યામીનના પુત્રો પણ ગેબાથી માંડીને મિખ્માશ, આયા, બેથેલ તથા તેના કસબાઓમાં;
ન હેમ્યા 11 : 32 (GUV)
અનાથોથ, નોબ, અનાન્યા;
ન હેમ્યા 11 : 33 (GUV)
હાસોર, રામા, ગિત્તાઈમ;
ન હેમ્યા 11 : 34 (GUV)
હાદીદ, સબોઈમ, નબાલ્લાટ;
ન હેમ્યા 11 : 35 (GUV)
લોદ, ઓનો તથા કારીગરોના નીચાણમાં [વસ્યા].
ન હેમ્યા 11 : 36 (GUV)
વળી યહૂદિયામાંના લેવીઓના કેટલાક વર્ગો બિન્યામીનની સાથે [જોડાયા].

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: