એઝરા 1 : 1 (GUV)
ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.
એઝરા 1 : 2 (GUV)
તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.
એઝરા 1 : 3 (GUV)
તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ [ખરા] ઈશ્વર છે).
એઝરા 1 : 4 (GUV)
કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.”
એઝરા 1 : 5 (GUV)
ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા.
એઝરા 1 : 6 (GUV)
તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો.
એઝરા 1 : 7 (GUV)
વળી યહોવાના મંદિરનાં પાત્રો નબૂખાદનેસ્સારે યરુશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરનાં મંદિરમાં મૂક્યા હતા, તે કોરેશ રાજાએ મંગાવી લીધાં.
એઝરા 1 : 8 (GUV)
તેણે મિથ્રદાથ ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહૂદિયાના અધિકારી શેશ્બાસારને ગણી અપાવ્યાં.
એઝરા 1 : 9 (GUV)
તેઓની સંખ્યા આ છે: સોનાની ત્રીસ તાસકો, રૂપાની એક હજાર તાસકો, ઓગણત્રીસ છરીઓ,
એઝરા 1 : 10 (GUV)
સોનાના ત્રીસ પ્યાલા, ચારસો દશ રૂપાના બીજા પ્રકારના પ્યાલા, તથા એક હજાર બીજા પાત્રો.
એઝરા 1 : 11 (GUV)
સોનારૂપાના સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યાં, ત્યારે આ બધાં પાત્રો શેરબાસાર પોતાની સાથે લાવ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: