ઊત્પત્તિ 40 : 1 (GUV)
એ વાતો પછી એમ થયું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.
ઊત્પત્તિ 40 : 2 (GUV)
અને ફારુન તેના બન્‍ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભઠિયારા પર કોપાયમાન થયો.
ઊત્પત્તિ 40 : 3 (GUV)
અને જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યાં.
ઊત્પત્તિ 40 : 4 (GUV)
અને પહેરેગીરોના ઉપરીએ યૂસફને તેઓનો ખિજમતગાર નીમ્યો, ને તેણે તેઓની સેવા કરી; અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.
ઊત્પત્તિ 40 : 5 (GUV)
અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે જેલમાં કેદી હતા તે બન્‍ને માણસોને એક જ રાત્રે, તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.
ઊત્પત્તિ 40 : 6 (GUV)
અને યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા, ત્યારે જુઓ, તેઓ ઉદાસ હતા.
ઊત્પત્તિ 40 : 7 (GUV)
અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછયું, “આજે તમે કેમ ઉદાસ દેખાઓ છો?”
ઊત્પત્તિ 40 : 8 (GUV)
અને તેઓએ તેને કહ્યું, “અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.” અને યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો.”
ઊત્પત્તિ 40 : 9 (GUV)
અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યૂસફને જણાવીને કહ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષાવેલો દેખાયો.
ઊત્પત્તિ 40 : 10 (GUV)
અને દ્રાક્ષાવેલાને ત્રણ ડાળીઓ હતી; અને તેઓને જાણે કળીઓ આવી, ને મોર ખીલ્યો; અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી:
ઊત્પત્તિ 40 : 11 (GUV)
અને ફારુનનું પ્યાલું મારા હાથમાં હતું; અને મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવી કાઢીને પ્યાલું ફારુનના હાથમાં આપ્યું.”
ઊત્પત્તિ 40 : 12 (GUV)
અને યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.
ઊત્પત્તિ 40 : 13 (GUV)
ત્રણ દિવસમાં ફારુન તમારું માથું ઊંચું કરશે, ને તમને પાછા તમારા કામ પર રાખશે. અને તેના પાત્રવાહક હતા ત્યારનીઇ રીત‍ પ્રમાણે તમે ફારુનનું પ્યાલું તેના હાથમાં આપશો.
ઊત્પત્તિ 40 : 14 (GUV)
પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો.
ઊત્પત્તિ 40 : 15 (GUV)
કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં કેદમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી.”
ઊત્પત્તિ 40 : 16 (GUV)
અને મુખ્ય ભઠિયારાએ જોયું કે અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું, ને જુઓ, મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી.
ઊત્પત્તિ 40 : 17 (GUV)
અને ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં; અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતાં હતાં.”
ઊત્પત્તિ 40 : 18 (GUV)
અને યૂસફે ઉત્તર આપ્યો, “એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી તે ત્રણ દિવસ છે.
ઊત્પત્તિ 40 : 19 (GUV)
અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.”
ઊત્પત્તિ 40 : 20 (GUV)
અને ત્રીજે દિવસે, એટલે ફારુનની વર્ષગાંઠને દિવસે, એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી; અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકને તથા મુખ્ય ભઠિયારાને ફેંસલા માટે છૂટ કર્યાં.
ઊત્પત્તિ 40 : 21 (GUV)
અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પાત્ર આપ્યું.
ઊત્પત્તિ 40 : 22 (GUV)
અને યૂસફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી આપી.
ઊત્પત્તિ 40 : 23 (GUV)
અને મુખ્ય પાત્રવાહકે યૂસફને સંભાર્યો નહિ, પણ તેને ભૂલી ગયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: