ઊત્પત્તિ 31 : 1 (GUV)
અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”
ઊત્પત્તિ 31 : 2 (GUV)
અને યાકૂબે લાબાનનું મોં જોયું, તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી.
ઊત્પત્તિ 31 : 3 (GUV)
અને યહોવાએ યાકૂબને કહ્યું, “તું પોતાના પિતાના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા. અને હું તારી સાથે રહીશ.”
ઊત્પત્તિ 31 : 4 (GUV)
અને યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને સીમમાં પોતાનાં ટોળાં પાસે તેડાવી,
ઊત્પત્તિ 31 : 5 (GUV)
અને તેણે તેઓને કહ્યું, “હું તમારા પિતાનું મોં જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી; પણ મારા પિતાનો ઈશ્વર મારી સાથે છે.
ઊત્પત્તિ 31 : 6 (GUV)
અને તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્યથી તમારા પિતાની ચાકરી કરી છે.
ઊત્પત્તિ 31 : 7 (GUV)
પણ તમારા પિતાએ મને ઠગ્યો છે, ને મારું વેતન દશ વાર તેમણે બદલી નાખ્યું છે; પણ ઈશ્વરે તેમને મારું ભૂંડું કરવા ન દીધું.
ઊત્પત્તિ 31 : 8 (GUV)
જ્યારે તે આમ કહે કે, છાંટાંવાળાં ઢોર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને છાંટવાળાં બચ્ચાં થયાં.
ઊત્પત્તિ 31 : 9 (GUV)
એ રીતે ઈશ્વરે તમારા પિતાની સંપત્તિ ખૂંચવી લઈને મને આપી છે.
ઊત્પત્તિ 31 : 10 (GUV)
અને જાનવરો સવાણે આવતી વખતે એમ થયું કે મેં આંખ ઊંચી કરીને સ્વપ્નમાં જોયું કે જે બકરા ટોળા પર ચઢતા હતા તેઓ પટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા હતા.
ઊત્પત્તિ 31 : 11 (GUV)
અને ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, ” અને મેં કહ્યું, “હું આ રહ્યો.”
ઊત્પત્તિ 31 : 12 (GUV)
અને તેણે કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો; ટોળા પર જે બકરા ચઢે છે તેઓ સર્વ પટાદાર તથા છાંટવાળાં તથા કાબરચીતરા છે; કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે.
ઊત્પત્તિ 31 : 13 (GUV)
જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો, ને જયાં તેં માનતા લીધી હતી તે બેથેલનો ઈશ્વર હું છું. હવે તું ઊઠ, ને આ દેશમાંથી નીકળ, ને તારા જન્મદેશમાં પાછો જા.”
ઊત્પત્તિ 31 : 14 (GUV)
અને રાહેલ તથા લેઆ તેને ઉત્તર આપીને બોલી, “શું અમારા પિતાના ઘરમાં અમારે માટે કંઈ હિસ્સો કે વારસો છે?
ઊત્પત્તિ 31 : 15 (GUV)
શું અમે તેમની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમ કે તેમણે અમને વેચી દીધી છે, ને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયા છે.
ઊત્પત્તિ 31 : 16 (GUV)
કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી છે, તે સર્વ અમારી તથા અમારા છોકરાઓની છે, માટે હવે ઈશ્વરે જે સર્વ તમને કહ્યું છે તે કરો.”
ઊત્પત્તિ 31 : 17 (GUV)
ત્યારે યાકૂબે ઊઠીને પોતાના દિકરાઓને તથા પોતાની પત્નીઓને ઊંટો પર બેસાડયાં.
ઊત્પત્તિ 31 : 18 (GUV)
અને કનાન દેશમાં તેના પિતા ઇસહાકની પાસે જવા માટે પોતાનાં સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થયેલાં ઢોર જે પાદાનારામમાં તેણે સંપાદન કર્યાં હતાં, તે લઈને તે ચાલ્યો ગયો.
ઊત્પત્તિ 31 : 19 (GUV)
હવે લાબાન પોતાનાં ઘેટાં કાતરવા ગયો હતો; અને રાહેલે પોતાના પિતાની ઘરમૂર્તિઓ ચોરી લીધી.
ઊત્પત્તિ 31 : 20 (GUV)
અને પોતાના જવાની ખબર નહિ આપતાં લાબાન અરામી પાસેથી યાકૂબ ગુપચુપ નાઠો.
ઊત્પત્તિ 31 : 21 (GUV)
એમ સર્વસ્વ લઈને તે નાઠો; અને ઊઠીને નદી પાર ગયો, ને ગિલ્યાદ પહાડની તરફ તેણે મોં રાખ્યું.
ઊત્પત્તિ 31 : 22 (GUV)
અને ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે યાકૂબ નાસી ગયો છે,
ઊત્પત્તિ 31 : 23 (GUV)
ત્યારે પોતાના ભાઈઓને સાથે લઈને તે સાત દિવસની મજલ સુધી તેની પાછળ પડયો; અને ગિલ્યાદ પહાસ પર તેણે તેને પકડી પાડયો.
ઊત્પત્તિ 31 : 24 (GUV)
અને ઈશ્વરે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, “ખબરદાર કે, તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે.”
ઊત્પત્તિ 31 : 25 (GUV)
અને લાબાન યાકૂબને આવી મળ્યો, ત્યારે યાકૂબે પહાડ પર તેનો તંબુ માર્યો હતો, ને લાબાને પણ પોતાના ભાઈઓ સહિત ગિલ્યાદ પહાડ પર તંબું માર્યો.
ઊત્પત્તિ 31 : 26 (GUV)
અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારી પાસેથી છાનોમાનો નાસી ગયો, ને તરવારે લૂંટી લીધી હોય તેની માફક મારી દીકરીઓને લઈ ગયો છે એ તેં કેવું કર્યું?
ઊત્પત્તિ 31 : 27 (GUV)
છાનોમનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો; અને મને જણાવ્યુમ નહિ કે, હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વળાવત!
ઊત્પત્તિ 31 : 28 (GUV)
અને વળી તેં કેમ મને મારા દિકરા તથા મારી દીકરીઓને ચુંબન કરવા ન દીધું? એમાં તેં મૂર્ખાઈ કરી છે.
ઊત્પત્તિ 31 : 29 (GUV)
અને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે; પણ તારા પિતાના ઈશ્વરે ગઈ રાત્રે મને કહ્યું કે, “ખબરદાર, તું યાકૂબને ભલું કે ભૂડું કંઈ ન કહે.’
ઊત્પત્તિ 31 : 30 (GUV)
હવે તારે જવું તો છે જ, કેમ કે તારા પિતાને ઘેર જવાની તને બહુ ઇચ્છઅ છે, તોપણ તેં મારા દેવોને કેમ ચોરી લીધા છે?”
ઊત્પત્તિ 31 : 31 (GUV)
અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું બીધો, એ માટે; કેમ કે મેં ધાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળાત્કારે લઈ લેશે.
ઊત્પત્તિ 31 : 32 (GUV)
જેની પાસે જે કંઈ તારું છે તે આપણા ભાઈઓના દેખતાં તું ઓળખીને લઈ લે. “કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તે ચોરી લીધી હતી.
ઊત્પત્તિ 31 : 33 (GUV)
અને લાબાન યાકૂબના તંબુમાં ને લેઆના તંબુમાં ને બન્‍ને દાસીઓના તંબુમાં ગયો, પણ તે તેને ન જડી. ત્યાર પછી તે લેઆના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો.
ઊત્પત્તિ 31 : 34 (GUV)
હવે રાહેલ ઘરમૂર્તિઓ લઈને ઊંટોના સામાનમાં મૂકીને તેઓ પર બેઠી હતી. માટે લાબાને તમામ તંબુ તપાસ્યો, પણ તે તેને જડી નહિ.
ઊત્પત્તિ 31 : 35 (GUV)
અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારાથી તમારી આગળ ઉઠાતુમ નથી, માટે મારા મુરબ્બીને રોષ ન ચઢે, કેમકે સ્‍ત્રીની રીત પ્રમાણે મને થયું છે.” અને લાબાને શોધ્યું, પણ ઘરમૂર્તિઓ જડી નહિ.
ઊત્પત્તિ 31 : 36 (GUV)
અને યાકૂબને‍ રોષ ચઢયો, ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો; અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “મારો શો અપરાધ? અને મારું શું પાપ કે તું મારી પાછળ લાગ્યો છે?
ઊત્પત્તિ 31 : 37 (GUV)
તેં મારો સર્વ સામાન તપાસ્યો, પણ તારા ઘરનું શું નીકળ્યું છે? તે અહીં મારા ભાઈઓ તથા તારા ભાઈઓ તથા તારા ભાઈઓની આગળ મૂક કે, તેઓ આપણ બન્‍નેનો ન્યાય કરે.
ઊત્પત્તિ 31 : 38 (GUV)
આ વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ તરોઈ ગઈ નથી, ને તારાં ટોળાંના ઘેટાંને હું ખાઈ ગયો નથી,
ઊત્પત્તિ 31 : 39 (GUV)
ફાડી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી; તેનું નુકશાન હું પોતે ભોગવી લેતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.
ઊત્પત્તિ 31 : 40 (GUV)
દિવસે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
ઊત્પત્તિ 31 : 41 (GUV)
વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને માટે ચૌદ વર્ષ, ને તારાં ઢોરને માટે છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. અને મારું વેતન તેં દશ વાર બદલી નાખ્યું.
ઊત્પત્તિ 31 : 42 (GUV)
જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”
ઊત્પત્તિ 31 : 43 (GUV)
અને લાબાને ઉત્તર દઈને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, ને આ છોકરાંઓ મારાં છોકરાં છે, ને આ ટોળાં મારાં ટોળાં છે, ને જે સર્વ તું જુએ છે તે મારું છે. અને હવે આ મારી દીકરીઓને, તથા તેઓએ જે છોકરાંઓને જન્મ આપ્યો છે તેઓને હું શું કરું?
ઊત્પત્તિ 31 : 44 (GUV)
એ માટે હવે ચાલ, આપણે બન્‍ને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.”
ઊત્પત્તિ 31 : 45 (GUV)
અને યાકૂબે પથ્થર લીધો, ને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.
ઊત્પત્તિ 31 : 46 (GUV)
અને યાકૂબે તેના ભાઈઓને કહ્યું, “પથ્થર એકઠા કરો;” અને તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો; અને તેઓએ તે ઢગલા પાસે ખાધું.
ઊત્પત્તિ 31 : 47 (GUV)
અને લાબને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો; અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.
ઊત્પત્તિ 31 : 48 (GUV)
અને લાબાને કહ્યું, “મારી ને તારી વચ્ચે આ ઢગલો આજે સાક્ષી છે.” તે માટે તેણે તેનું નામ ગાલેદ પાડયું.
ઊત્પત્તિ 31 : 49 (GUV)
અને તેનું નામ મિસ્પાહ પણ પાડયું, કેમ કે તેણે કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો.
ઊત્પત્તિ 31 : 50 (GUV)
જો તું મારી દીકરીઓને દુ:ખ આપે, અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી પાસે જે છે તે માણસ નથી, જો, મારી ને તારી વચ્ચે ઈશ્વર સાક્ષી છે.”
ઊત્પત્તિ 31 : 51 (GUV)
અને લાબાને યાકૂબને કહ્યું, “આ ઢગલાને જો, અને તારી અને મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે પણ જો.
ઊત્પત્તિ 31 : 52 (GUV)
આ ઢગલો સાક્ષીને અર્થે થાય, ને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય કે, તારું ભુંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી, ને તું આ ઢગલો તથા સ્તંભ ઓળંગીને ભૂંડું કરવાને મારી પાસે નહિ આવે.
ઊત્પત્તિ 31 : 53 (GUV)
ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” અને યાકૂબે પોતાના પિતા ઇસહાક જેમનું ભય રાખતા હતા તેમના સમ ખાધા.
ઊત્પત્તિ 31 : 54 (GUV)
ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.
ઊત્પત્તિ 31 : 55 (GUV)
અને મોટી સવારે લાબાન ઊઠયો, ને તેણે પોતાના દિકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળીને તે પોતાને સ્થળે પાછો ગયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55

BG:

Opacity:

Color:


Size:


Font: