ઊત્પત્તિ 30 : 1 (GUV)
અને રાહેલે જોયુમ કે, હું યાકૂબના પેટનાં છોકરાં જન્માવતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, “મને છોકરાં આપો, નહિ તો હું મરી જઈશ.”
ઊત્પત્તિ 30 : 2 (GUV)
અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે, તેને ઠેકાણે શું હું છું?”
ઊત્પત્તિ 30 : 3 (GUV)
અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.”
ઊત્પત્તિ 30 : 4 (GUV)
અને રાહેલે યાકૂબની પત્ની તરીકે પોતાની દાસી બિલ્હા યાકૂબને આપી. અને યાકૂબ તેની પાસે ગયો.
ઊત્પત્તિ 30 : 5 (GUV)
અને બિલ્હા ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 6 (GUV)
અને રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે, ને મારી હાંક પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે.” તે માટે રાહેલે તેનું નામ દાન પાડયું.
ઊત્પત્તિ 30 : 7 (GUV)
અને રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો બીજો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 8 (GUV)
અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું.
ઊત્પત્તિ 30 : 9 (GUV)
અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી.
ઊત્પત્તિ 30 : 10 (GUV)
અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 11 (GUV)
અને લેઆએ કહ્યું, “સુભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ પાડયું.
ઊત્પત્તિ 30 : 12 (GUV)
અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો બીજો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 13 (GUV)
અને લેઆ બોલી, “મને ધન્ય છે, કેમ કે સ્‍ત્રીઓ મને ધન્ય કહેશે.” માટે તેણે તેનું નામ આશેર પાડયું.
ઊત્પત્તિ 30 : 14 (GUV)
અને રૂબેન ઘૂઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને તેને રીંગણાં મળી આવ્યાં, તેઓને તે પોતાની મા લેઆની પાસે લાવ્યો. અને રાહેલે લેઆને કહ્યું, “તારા દિકરાનાં રીંગણામંઆથી મને આપ.”
ઊત્પત્તિ 30 : 15 (GUV)
અને તેણે કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દિકરાનાં રીંગણાંને લીધઞ આજે રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.”
ઊત્પત્તિ 30 : 16 (GUV)
અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો, ને લેઓએ એને મળવાને બહાર જઈને કહ્યું, “તમારે મારી પાસે આવવું, કેમ કે મારા દિકરાનાં રીંગણાં આપીને મેં ખચીત તમને રાખ્યા છે.” અને યાકૂબ તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો.
ઊત્પત્તિ 30 : 17 (GUV)
અને ઈશ્વરે લેઆનું સાંભળ્યું, ને તે ગર્ભવતી થઈ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 18 (GUV)
અને લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં માર પતિને મારી દાસી આપી છે;” માટે તેણે તેનું નામ ઇસ્સાખાર પાડયું.
ઊત્પત્તિ 30 : 19 (GUV)
અને લેઆ ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો છઠ્ઠો દીકરો થયો.
ઊત્પત્તિ 30 : 20 (GUV)
અને લેવાએ કહ્યું, “ઈશ્વરે મને ઉત્તમ દાન આપ્યું છે. હવે મારો પતિ મારી સાથે રહેશે, કેમ કે મેં તેને માટે છ દિકરા જન્માવ્યા છે;” માટે તેણે તેનું નામ ઝબુલોન પાડયું.
ઊત્પત્તિ 30 : 21 (GUV)
અને ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ દીના પાડયું.
ઊત્પત્તિ 30 : 22 (GUV)
અને ઈશ્વરે રાહેલને યાદ કરી, ને ઈશ્વરે તેનું સાંભળ્યું, ને તેનું ગર્ભસ્થાન ઉઘાડયું.
ઊત્પત્તિ 30 : 23 (GUV)
અને તે ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તે બોલી, “ઈશ્વરે મારું અપમાન ટાળ્યું છે.”
ઊત્પત્તિ 30 : 24 (GUV)
અને તેણે તેનું નામ યૂસફ પાડયું, ને તે બોલી, “પ્રભુ એક બીજો દીકરો પણ મને આપો.”
ઊત્પત્તિ 30 : 25 (GUV)
અને એમ થયુમ કે રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર કે, હું સ્વદેશ, એટલે મારા વતનમાં, જાઉં.
ઊત્પત્તિ 30 : 26 (GUV)
મારી પત્નીઓ તથા મારાં છોકરાં, જેઓને માટે મેં તારી ચાકરી કરી છે, તેઓને મને આપ, ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે.”
ઊત્પત્તિ 30 : 27 (GUV)
અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.”
ઊત્પત્તિ 30 : 28 (GUV)
અને લાબાને કહ્યું “તારે કેટલું જોઈએ તે મને કહે, ને હું તે તને આપીશ.”
ઊત્પત્તિ 30 : 29 (GUV)
અને યાકૂબે તેને કહ્યું, “મેં તારી કેવી ચાકરી કરી છે, ને તારાં ઢોર મારી પાસે કેવા થયાં છે, એ તું જાણે છે.
ઊત્પત્તિ 30 : 30 (GUV)
કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે; પણ હવે મારા પોતાના ઘરનાનું હું કયારે પૂરું કરીશ?”
ઊત્પત્તિ 30 : 31 (GUV)
અને લાબાને તેને કહ્યું, “હું તને શું આપું?” અને યાકૂબે કહ્યું, “મને તું કંઈ ન આપીશ. જો તું મારે માટે આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ.
ઊત્પત્તિ 30 : 32 (GUV)
આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને એ જ મારું વેતન થશે.
ઊત્પત્તિ 30 : 33 (GUV)
અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે આગળ જતાં મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરાંમાં જે છાંટવાળાં કે ટપકાંવાળાં નથી, ને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીનાં ગણાય.”
ઊત્પત્તિ 30 : 34 (GUV)
અને લાબાને કહ્યું, “જો તારી વાત પ્રમાણે થાય તેમાં હું રાજી છું.”
ઊત્પત્તિ 30 : 35 (GUV)
અને તે દિવસે પટાદાર તથા ટપકાંવાળાં બકરા, ને સર્વ છાંટવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓન, ને ઘેટાંમાંનાં પણ જે કાળાં તેઓને જુદાં કરીને લાબાને તેઓને પોતાના દિકરાઓના હાથમાં સોંપ્યાં.
ઊત્પત્તિ 30 : 36 (GUV)
અને તેણે પોતાની ને યાકૂબની વચમાં ત્રણ દિવસના મજલ જેટલું અંતર રાખ્યું; અને યાકૂબે લાબાનનાં બાકી રહેલાં ટોળાં ચાર્યાં.
ઊત્પત્તિ 30 : 37 (GUV)
અને યાકૂબે લીમડાની ને બદામડી તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડયા, ને તેઓમાં જે ધોળું તે દેખાયું.
ઊત્પત્તિ 30 : 38 (GUV)
અને જે ડાળીઓ તેણે છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતાં.
ઊત્પત્તિ 30 : 39 (GUV)
અને [ખોસેલી] ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં.
ઊત્પત્તિ 30 : 40 (GUV)
અને યાકૂબે ઘેટાંને જુદાં કર્યાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ ટોળાંનાં મોઢાં રાખ્યાં. અને તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં, ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યાં નહિ.
ઊત્પત્તિ 30 : 41 (GUV)
અને એમ થયું કે જયારે ટોળાંમાંનાં જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે, તેઓ ડાળીઓની આગળ ગર્ભધારણ કરે.
ઊત્પત્તિ 30 : 42 (GUV)
પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો; માટે નબળાં તે લાબાનનાં, ને જબરાં તે યાકૂબનાં થયાં.
ઊત્પત્તિ 30 : 43 (GUV)
અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં હતાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: