ઊત્પત્તિ 3 : 1 (GUV)
હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”
ઊત્પત્તિ 3 : 2 (GUV)
સ્‍ત્રીએ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે;
ઊત્પત્તિ 3 : 3 (GUV)
પણ ઈશ્વરે કહ્યું છે, ‘વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, ’ રખેને તમે મરો.”
ઊત્પત્તિ 3 : 4 (GUV)
અને સર્પે સ્‍ત્રીને કહ્યું, “તમે નહિ જ મરશો;
ઊત્પત્તિ 3 : 5 (GUV)
કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂડું જાણનારાં થશો.”
ઊત્પત્તિ 3 : 6 (GUV)
અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.
ઊત્પત્તિ 3 : 7 (GUV)
ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં.
ઊત્પત્તિ 3 : 8 (GUV)
અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં.
ઊત્પત્તિ 3 : 9 (GUV)
અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, “તું ક્યાં છે?”
ઊત્પત્તિ 3 : 10 (GUV)
અને તેણે કહ્યું, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો, ને હું નગ્ન હતો તે માટે બીધો; અને હું સંતાઈ ગયો.”
ઊત્પત્તિ 3 : 11 (GUV)
અને ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું?”
ઊત્પત્તિ 3 : 12 (GUV)
અને આદમે કહ્યું, “મારી સાથે રહેવા માટે જે સ્‍ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.
ઊત્પત્તિ 3 : 13 (GUV)
અને યહોવા ઈશ્વરે સ્‍ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્‍ત્રીએ કહ્યું, “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”
ઊત્પત્તિ 3 : 14 (GUV)
અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.
ઊત્પત્તિ 3 : 15 (GUV)
અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”
ઊત્પત્તિ 3 : 16 (GUV)
સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”
ઊત્પત્તિ 3 : 17 (GUV)
અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે.
ઊત્પત્તિ 3 : 18 (GUV)
તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે.
ઊત્પત્તિ 3 : 19 (GUV)
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”
ઊત્પત્તિ 3 : 20 (GUV)
અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.
ઊત્પત્તિ 3 : 21 (GUV)
અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.
ઊત્પત્તિ 3 : 22 (GUV)
અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”
ઊત્પત્તિ 3 : 23 (GUV)
માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો
ઊત્પત્તિ 3 : 24 (GUV)
અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: