ઊત્પત્તિ 25 : 1 (GUV)
અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે, જેનું નામ કટૂરા હતું.
ઊત્પત્તિ 25 : 2 (GUV)
અને તેને પેટે ઝિમ્રાન તથા યોકશાન તથા મદાન તથા મિદ્યાન તથા યિશ્બાક તથા શૂઆ, એ દિકરા તેને થયા.
ઊત્પત્તિ 25 : 3 (GUV)
અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા.
ઊત્પત્તિ 25 : 4 (GUV)
અને એફા તથા એફેર તથા હનોખ તથા અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના દિકરા. એ સર્વ કટૂરાના ફરજંદ હતાં.
ઊત્પત્તિ 25 : 5 (GUV)
અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું.
ઊત્પત્તિ 25 : 6 (GUV)
પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
ઊત્પત્તિ 25 : 7 (GUV)
અને ઇબ્રાહિમે જે આયુષ્ય ભોઉવ્યું તેનાં વર્ષ એકસો પંચોતેર હતાં.
ઊત્પત્તિ 25 : 8 (GUV)
ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.
ઊત્પત્તિ 25 : 9 (GUV)
અને તેના દિકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની સામે સોહાર હિત્તીના દિકરા એફ્રોનના ખેતરમાં, તેને દાટયો.
ઊત્પત્તિ 25 : 10 (GUV)
હેથના દિકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું, તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયાં.
ઊત્પત્તિ 25 : 11 (GUV)
અને એમ થયું કે ઇબ્રાહિમના મરણ પછી તેના દિકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો; અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
ઊત્પત્તિ 25 : 12 (GUV)
હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ જે સારાની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો, તેની વંશાવાળી આ છે:
ઊત્પત્તિ 25 : 13 (GUV)
અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ,
ઊત્પત્તિ 25 : 14 (GUV)
ને મિશમા તથા દુમા તથા માસ્સા;
ઊત્પત્તિ 25 : 15 (GUV)
અને હદાદ તથા તેમા તથા યટુર તથા નાફીશ તથા કેદમા.
ઊત્પત્તિ 25 : 16 (GUV)
ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા.
ઊત્પત્તિ 25 : 17 (GUV)
અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.
ઊત્પત્તિ 25 : 18 (GUV)
અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.
ઊત્પત્તિ 25 : 19 (GUV)
અને ઇબ્રાહિમના દિકરા ઇસહાકની વંશાવાળી આ છે: ઇબ્રાહિમથી ઇસહાક થયો:
ઊત્પત્તિ 25 : 20 (GUV)
અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
ઊત્પત્તિ 25 : 21 (GUV)
અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
ઊત્પત્તિ 25 : 22 (GUV)
અને છોકરાઓએ તેના પેટમાં બાઝાબાઝ કરી; અને તેણે કહ્યું, “જો એમ છે તો હું કેમ જીવતી છું?” અને તે યહોવાને પૂછવા ગઈ.
ઊત્પત્તિ 25 : 23 (GUV)
અને યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્‍ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે; અને મોટો નાનાનો દાસ થશે.”
ઊત્પત્તિ 25 : 24 (GUV)
અને તેની ગર્ભાવસ્થાના દિવસ પૂરા થયા, ત્યારે જુઓ, તેના પેટમાં જોડકું હતું.
ઊત્પત્તિ 25 : 25 (GUV)
અને પહેલો લાલ નીકળ્યો, તે તમામ રૂઆંટીવાળા લૂગડા સરખો હતો; અને તેઓએ તેનું નામ એસાવ પાડયું.
ઊત્પત્તિ 25 : 26 (GUV)
ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
ઊત્પત્તિ 25 : 27 (GUV)
અને તે છોકરા મોટા થયા: અને એસાવ‍ચતૂર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસને માંડવાઓમાં રહેનાર હતો.
ઊત્પત્તિ 25 : 28 (GUV)
ઇસહાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકા યાકૂબ પર પ્રેમ કરતી હતી.
ઊત્પત્તિ 25 : 29 (GUV)
હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો,
ઊત્પત્તિ 25 : 30 (GUV)
અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.
ઊત્પત્તિ 25 : 31 (GUV)
અને યાકૂબે કહ્યું, “આજે તું તારું જયેષ્ઠપણું મને વેચાતું આપ.”
ઊત્પત્તિ 25 : 32 (GUV)
અને એ જયેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે?”
ઊત્પત્તિ 25 : 33 (GUV)
અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
ઊત્પત્તિ 25 : 34 (GUV)
અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: