ઊત્પત્તિ 21 : 1 (GUV)
અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.
ઊત્પત્તિ 21 : 2 (GUV)
અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો.
ઊત્પત્તિ 21 : 3 (GUV)
અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડયું.
ઊત્પત્તિ 21 : 4 (GUV)
અને તેનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરે તેને આ આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્‍નત કરી.
ઊત્પત્તિ 21 : 5 (GUV)
જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.
ઊત્પત્તિ 21 : 6 (GUV)
અને સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે.”
ઊત્પત્તિ 21 : 7 (GUV)
અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”
ઊત્પત્તિ 21 : 8 (GUV)
અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
ઊત્પત્તિ 21 : 9 (GUV)
અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો.
ઊત્પત્તિ 21 : 10 (GUV)
તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”
ઊત્પત્તિ 21 : 11 (GUV)
પણ એ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી.
ઊત્પત્તિ 21 : 12 (GUV)
અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
ઊત્પત્તિ 21 : 13 (GUV)
અને દાસીના દિકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્‍ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે.”
ઊત્પત્તિ 21 : 14 (GUV)
અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.
ઊત્પત્તિ 21 : 15 (GUV)
અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો.
ઊત્પત્તિ 21 : 16 (GUV)
અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું ન જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી.
ઊત્પત્તિ 21 : 17 (GUV)
અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે.
ઊત્પત્તિ 21 : 18 (GUV)
ઊઠ, છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે; કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.”
ઊત્પત્તિ 21 : 19 (GUV)
અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું.
ઊત્પત્તિ 21 : 20 (GUV)
અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો.
ઊત્પત્તિ 21 : 21 (GUV)
અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.
ઊત્પત્તિ 21 : 22 (GUV)
અને તે સમયે એમ થયું કે, અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે;
ઊત્પત્તિ 21 : 23 (GUV)
એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”
ઊત્પત્તિ 21 : 24 (GUV)
અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ, ”
ઊત્પત્તિ 21 : 25 (GUV)
પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો.
ઊત્પત્તિ 21 : 26 (GUV)
અને અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી. અને તેં પણ મને જણાવ્યું ન હોતું, ને મેં આજે જ એ સાંભળ્યું છે.”
ઊત્પત્તિ 21 : 27 (GUV)
અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્‍ને કરાર કર્યો.
ઊત્પત્તિ 21 : 28 (GUV)
અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી.
ઊત્પત્તિ 21 : 29 (GUV)
અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં આ સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?”
ઊત્પત્તિ 21 : 30 (GUV)
ત્યારે તેણે કહ્યું, “આ સાત ઘેટી મારા હાથથી તું લે કે, આ કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.”
ઊત્પત્તિ 21 : 31 (GUV)
એ માટે તે જગાનું નામ તેણે બેર-શેબા [એટલે સમનો કૂવો] પાડયું; કેમ કે ત્યાં તે બન્‍ને સમ ખાધા.
ઊત્પત્તિ 21 : 32 (GUV)
એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.
ઊત્પત્તિ 21 : 33 (GUV)
અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.
ઊત્પત્તિ 21 : 34 (GUV)
અને ઇબ્રાહિમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: