ઊત્પત્તિ 18 : 1 (GUV)
અને બપોરને વખતે તે તંબુના બારણાંમાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.
ઊત્પત્તિ 18 : 2 (GUV)
અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને
ઊત્પત્તિ 18 : 3 (GUV)
કહ્યુ, “મારા સ્વામી, જો તમારી દષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા ન રહેશો;
ઊત્પત્તિ 18 : 4 (GUV)
હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ નીચે આરામ લો.
ઊત્પત્તિ 18 : 5 (GUV)
અને હું થોડી રોટલી લાવું, ને તમે તમારાં મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, “જેમ તેં કહ્યું છે તેમ કર.”
ઊત્પત્તિ 18 : 6 (GUV)
અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”
ઊત્પત્તિ 18 : 7 (GUV)
અને ઢોર હતાં ત્યાં ઇબ્રાહિમ દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું; અને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો.
ઊત્પત્તિ 18 : 8 (GUV)
અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં; અને પોતે તેઓની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો, ને તેઓએ ખાંધું.
ઊત્પત્તિ 18 : 9 (GUV)
પછી તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “જુઓ, તે તંબુમાં છે.”
ઊત્પત્તિ 18 : 10 (GUV)
અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.
ઊત્પત્તિ 18 : 11 (GUV)
હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્‍ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.
ઊત્પત્તિ 18 : 12 (GUV)
અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”
ઊત્પત્તિ 18 : 13 (GUV)
અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા એ વાત કહેતાં કેમ હસી કે, શું હું મારા ઘડપણમાં ખચીત દિકરાને જન્મ આપીશ?
ઊત્પત્તિ 18 : 14 (GUV)
યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”
ઊત્પત્તિ 18 : 15 (GUV)
ત્યારે સારાએ નકાર કરીને કહ્યું, “હું તો હસી નથી;” કેમ કે તે બીધી. પણ તે બોલ્યા, “હા; તું ખચીત હસી.”
ઊત્પત્તિ 18 : 16 (GUV)
અને તે પુરુષો ત્યાંથી ઊઠયા, ને તેઓએ સદોમની તરફ જોયું; અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો.
ઊત્પત્તિ 18 : 17 (GUV)
અને યહોવાએ કહ્યું, “જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું?
ઊત્પત્તિ 18 : 18 (GUV)
કેમ કે ઇબ્રાહિમથી ખચીત મોટી તથા સમર્થ દેશજાતિ ઉત્પન્‍ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.
ઊત્પત્તિ 18 : 19 (GUV)
કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”
ઊત્પત્તિ 18 : 20 (GUV)
અને યહોવાએ કહ્યુમ, “સદોમ તથા ગમોરાનો બુમાટો મોટો છે, ને તેઓનાં પાપ અધોર છે,
ઊત્પત્તિ 18 : 21 (GUV)
માટે હું હવે ઊતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓનં બધાં કામ થયાં છે કે નહિ; અને એમ નહિ હોય, તો માલૂમ પડશે.”
ઊત્પત્તિ 18 : 22 (GUV)
અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા; પણ ઇબ્રાહિમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો.
ઊત્પત્તિ 18 : 23 (GUV)
અને ઇબ્રાહિમ પાસે આવ્યો, ને બોલ્યો, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?”
ઊત્પત્તિ 18 : 24 (GUV)
કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?
ઊત્પત્તિ 18 : 25 (GUV)
એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”
ઊત્પત્તિ 18 : 26 (GUV)
અને યહોવાએ કહ્યું, “જો સદોમ નગરમાં પચાસ ન્યાયી મળે, તો તેઓને માટે હું એ આખી જગા બચાવીશ.”
ઊત્પત્તિ 18 : 27 (GUV)
અને ઇબ્રાહિમ બોલ્યો, “જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું:
ઊત્પત્તિ 18 : 28 (GUV)
કદાચ પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય; તો શું પાંચની ખોટને લીધે તમે તે નગરનો નાશ કરશો?” અને પ્રભુ બોલ્યા, “જો મને પિસ્તાળીસ મળે, તોયે હું તેનો નાશ નહિ કરીશ.”
ઊત્પત્તિ 18 : 29 (GUV)
અને ઇબ્રાહિમે ફરી પ્રભુને કહ્યું, “કદાચિત ત્યાં ચાળીસ મળે તો?” ત્યારે યહોવાએ કહ્યું, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરીશ.”
ઊત્પત્તિ 18 : 30 (GUV)
અને ઇબ્રાહિમે કહ્યું, “યહોવાને રોષ ન‍ ચઢે, તો હું ફરી બોલું:કદાચિત ત્યાં ત્રીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ મળે, તોયે હું એમ નહિ કરીશ.”
ઊત્પત્તિ 18 : 31 (GUV)
અને ઇબ્રાહિમે કહ્યું, “હવે જો, મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે; કદાચિત ત્યાં વીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “વીસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”
ઊત્પત્તિ 18 : 32 (GUV)
અને ઇબ્રાહિમે કહ્યું, “પ્રભુને રોષ ન ચઢે, તો હું ફરીથી એક જ વાર બોલું, “કદાચિત ત્યાં દશ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”
ઊત્પત્તિ 18 : 33 (GUV)
અને યહોવા ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરીને ચાલ્યા ગયા, અને ઇબ્રાહિમ પોતાને ત્યાં પાછો આવ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: