પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
2. મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”
3. જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.
4. જેઓ [યહોવાને] બદલે બીજા [દેવને] માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5. યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.
6. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.
7. યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.
8. મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9. માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે.
10. કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ
11. તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 16 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 16:1
1. દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
2. મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”
3. જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.
4. જેઓ યહોવાને બદલે બીજા દેવને માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5. યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.
6. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.
7. યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.
8. મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9. માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે.
10. કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ
11. તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
Total 150 Chapters, Current Chapter 16 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References