પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ગણના
1. પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા.
2. તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7 હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
3. તેની સાથે વાછરડા દીઠ 24 વાટકા,
4. ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.
5. આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
6. અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.
7. “આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.
8. તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
9. તમાંરે વાછરડા સાથે 24 વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો,
10. પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.
11. વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
12. પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.
13. તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13 વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં
14. નર હલવાન ચઢાવવાં. 14 એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા,
15. ઘેટા દીઠ 16 વાટકા અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો.
16. તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.
17. “બીજે દિવસે 12 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 નર હલવાનો ચઢાવવા.
18. તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
19. તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
20. “ત્રીજે દિવસે 11 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14 હલવાનો,
21. તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
22. ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
23. “ચોથે દિવસે 10 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાનો,
24. તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
25. તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
26. “પાંચમે દિવસે 9 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.
27. તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
28. પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું.
29. “છઠ્ઠે દિવસે 8 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન
30. તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
31. આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું.
32. “સાતમે દિવસે 7 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.
33. તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.
34. ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.
35. “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,
36. તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7 હલવાન હોવા જોઈએ.
37. તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
38. ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
39. “તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”
40. મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.

રેકોર્ડ

Total 36 પ્રકરણો, Selected પ્રકરણ 29 / 36
1 પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા. 2 તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7 હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 3 તેની સાથે વાછરડા દીઠ 24 વાટકા, 4 ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો. 5 આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. 6 અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે. 7 “આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું. 8 તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 9 તમાંરે વાછરડા સાથે 24 વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો, 10 પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો. 11 વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે. 12 પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો. 13 તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13 વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 14 નર હલવાન ચઢાવવાં. 14 એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા, 15 ઘેટા દીઠ 16 વાટકા અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો. 16 તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે. 17 “બીજે દિવસે 12 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 નર હલવાનો ચઢાવવા. 18 તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 19 તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં. 20 “ત્રીજે દિવસે 11 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14 હલવાનો, 21 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 22 ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું. 23 “ચોથે દિવસે 10 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાનો, 24 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 25 તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.
26 “પાંચમે દિવસે 9 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.
27 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 28 પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું. 29 “છઠ્ઠે દિવસે 8 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન 30 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 31 આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું. 32 “સાતમે દિવસે 7 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન. 33 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં. 34 ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે. 35 “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે, 36 તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7 હલવાન હોવા જોઈએ. 37 તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા. 38 ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું. 39 “તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.” 40 મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.
Total 36 પ્રકરણો, Selected પ્રકરણ 29 / 36
×

Alert

×

Gujarati Letters Keypad References