પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.
2. તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે, મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
3. કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
4. હું આવી રીતે મરણપર્યંત તમને ધન્યવાદ આપીશ. હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
5. મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે,
6. જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
7. કેમ કે તમે મારા સહાયકારી થયા છો, અને હું તમારી પાંખોની છાયામાં હર્ષિત થઈશ.
8. મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
9. પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.
10. તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
11. પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 63 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 63:1

×

Alert

×

gujarati Letters Keypad References