પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
પ્રેરિતોનાં ક્રત્યો
1. જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો.
2. મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
3. ત્યાં તે ત્રણ માસ રહ્યો.તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
4. કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા.
5. પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.
6. બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
7. સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી.
8. અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા.
9. ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
10. પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.”
11. પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી.
12. લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.
13. અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી.પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો.
14. પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા.
15. બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા.
16. પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.
17. પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.
18. જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો.
19. યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી.
20. મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.
21. મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું.
22. “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી.
23. હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે.
24. હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
25. “અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે.
26. તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ!
27. હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે.
28. તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.
29. હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે.
30. અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે.
31. તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે.
32. “હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે.
33. જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી.
34. તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે.
35. મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘
36. જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી.
37. (37-38) તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા.
38.
Total 28 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 28
1 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો. 2 મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3 ત્યાં તે ત્રણ માસ રહ્યો.તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો. 4 કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા. 5 પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા. 6 બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા. 7 સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી. 8 અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા. 9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. 10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.” 11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી. 12 લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા. 13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી.પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો. 14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા. 15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા. 16 પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી. 17 પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું. 18 જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો. 19 યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી. 20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો. 21 મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું. 22 “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી. 23 હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે. 24 હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે. 25 “અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે. 26 તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ! 27 હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે. 28 તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે. 29 હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે. 30 અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે. 31 તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે. 32 “હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે. 33 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી. 34 તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે. 35 મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘ 36 જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી. 37 (37-38) તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા. 38
Total 28 પ્રકરણો, Selected પ્રકરણ 20 / 28
×

Alert

×

Gujarati Letters Keypad References