પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યશાયા
1. તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
2. દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.
3. અને તમે ઉદ્ધારના ઝરણામાંથી આનંદભેર પાણી ભરશો.”
4. તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5. યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6. હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 66
1 તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે. 2 દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા. 3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી આનંદભેર પાણી ભરશો.” 4 તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.” 5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો. 6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 66
×

Alert

×

Gujarati Letters Keypad References