પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ઊત્પત્તિ
1. યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.
2. તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું,
3. “હું યૂસફ છું. શું માંરો બાપ હજુ જીવે છે?” યૂસફની સામે જોતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે, તેઓ કોઈ જવાબ આપી શક્યા નહિ.
4. પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું.
5. માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.
6. કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.
7. તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે.
8. એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.”
9. “તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે:”દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો.
10. અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે ‘ગોશેન’ પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ.
11. કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.
12. “અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું.
13. અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.”
14. પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો.
15. ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.
16. પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા.
17. અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, “આ પ્રમાંણે કરો; તમાંરાં જાનવરોને લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ;
18. અને તમાંરા પિતાને અને પરિવારને લઈને ઝટ માંરી પાસે પાછા આવો; હું તમને મિસરની ઉત્તમ ફળદ્રુપ જમીન આપીશ અને તમને સૌને ધરતીનું નવનીત ખાવા મળશે.”
19. હવે તમને બીજી આજ્ઞા છે તે પ્રમાંણે કરો, “તમાંરાં સંતાનો માંટે તથા તમાંરી પત્નીઓ માંટે મિસર દેશમાંથી ગાડાં લેતાં જાઓ, અને તમાંરા પિતાને લઈને આવો.
20. વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.”
21. પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.
22. પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં.
23. વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી.
24. પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.”
25. પછીથી તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા.
26. અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.
27. પરંતુ યૂસફે તેઓેને જે બધી વાતો કહેલી તે તેને કહી અને તેને મિસર લઈ જવા માંટે યૂસફે મોકલેલાં ગાડાંઓ પર તેની નજર પડી ત્યારે તે ઉત્તેજીત અને ખુશ થયો.
28. પછી ઇસ્રાએલ બોલ્યો, “બસ, માંરો પુત્ર યૂસફ હજુ જીવે છે; એટલે મરતાં પહેલાં હું તેને જઇને મળીશ.”
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 45 / 50
1 યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું. 2 તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, 3 “હું યૂસફ છું. શું માંરો બાપ હજુ જીવે છે?” યૂસફની સામે જોતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે, તેઓ કોઈ જવાબ આપી શક્યા નહિ. 4 પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું. 5 માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું. 6 કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ. 7 તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે. 8 એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.” 9 “તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે:”દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો. 10 અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે ‘ગોશેન’ પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ. 11 કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ. 12 “અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું. 13 અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.” 14 પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો. 15 ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી. 16 પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા. 17 અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, “આ પ્રમાંણે કરો; તમાંરાં જાનવરોને લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ; 18 અને તમાંરા પિતાને અને પરિવારને લઈને ઝટ માંરી પાસે પાછા આવો; હું તમને મિસરની ઉત્તમ ફળદ્રુપ જમીન આપીશ અને તમને સૌને ધરતીનું નવનીત ખાવા મળશે.” 19 હવે તમને બીજી આજ્ઞા છે તે પ્રમાંણે કરો, “તમાંરાં સંતાનો માંટે તથા તમાંરી પત્નીઓ માંટે મિસર દેશમાંથી ગાડાં લેતાં જાઓ, અને તમાંરા પિતાને લઈને આવો. 20 વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.” 21 પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું. 22 પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં. 23 વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી. 24 પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.” 25 પછીથી તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા. 26 અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી. 27 પરંતુ યૂસફે તેઓેને જે બધી વાતો કહેલી તે તેને કહી અને તેને મિસર લઈ જવા માંટે યૂસફે મોકલેલાં ગાડાંઓ પર તેની નજર પડી ત્યારે તે ઉત્તેજીત અને ખુશ થયો. 28 પછી ઇસ્રાએલ બોલ્યો, “બસ, માંરો પુત્ર યૂસફ હજુ જીવે છે; એટલે મરતાં પહેલાં હું તેને જઇને મળીશ.”
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 45 / 50
×

Alert

×

Gujarati Letters Keypad References