પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યશાયા
1. પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે: “મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ. રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ; તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”
2. “કોરેશ, હું તારી આગળ જઇને પર્વતોને સપાટ કરીશ અને પિત્તળના દરવાજાઓને તથા લોખંડની ભૂંગળોને ભાંગી નાખીશ.
3. અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી રાખેલા ગુપ્ત ખજાના આપીશ: ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.
4. મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરાયેલ સેવક ઇસ્રાએલ માટે, મેં તને નામ દઇને બોલાવ્યો છે અને તું મને ઓળખતો નથી છતાં મેં તને અટક આપી છે.
5. હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.
6. અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે કે બીજો કોઇ દેવ નથી. હું યહોવા છું, હું એકલો જ દેવ છું.
7. હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું. સુખદુ:ખ એ મારું સર્જન છે, હું યહોવા આ બધું કરું છું.
8. હે આકાશો, તમે ઉપરથી વરસો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; ધરતી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદ્ભવો; ન્યાયના ફૂલો ખીલી ઊઠો! હું યહોવા આ બધું કરું છું.
9. “જે માણસ પોતાના સર્જનહારની સામે દલીલ કરે છે તેને અફસોસ! શું માટીના ઠીંકરાં જેવો માણસ પોતાના ઘડનારની સાથે દલીલમાં ઊતરે?
10. શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!”‘
11. યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:“મારા બાળકો વિષે પ્રશ્ર્ન પૂછવાનો તને શો અધિકાર છે? મારા પોતાના હાથે કરેલા કાર્યો વિષે મને પ્રશ્ર્ન કરનાર તમે કોણ?
12. મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે.
13. મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માગોર્ સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
14. યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.” તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે,દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.”
15. હે ઇસ્રાએલના દેવ, હે તારક, તમે સાચે જ રહસ્યમય અને અકળ રીતે કાર્ય કરો છો.
16. મૂર્તિઓની પૂજા કરનારાઓ અને બનાવનારાઓ સર્વ નિરાશ અને લજ્જિત થશે.
17. પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે.
18. યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”
19. હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ ખૂણામાંથી ગુપ્ત રીતે બોલ્યો નથી; હું જાહેરમાં કહું છું: “મેં ઇસ્રાએલના લોકોને એમ નહોતું કહ્યું કે, ‘મને શૂન્યમાં શોધજો.’ હું યહોવા સાચું અને ચોખ્ખેચોખ્ખું બોલું છું.”
20. યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.
21. આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય.
22. ઉદ્ધારને માટે પૃથ્વીની સર્વ પ્રજાઓને મારા તરફ જોવા દો! કારણ કે હું દેવ છું: અને મારા સિવાય બીજો કોઇ નથી.
23. “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.
24. મારા વિષે લોકો જાહેર કરશે, યહોવા મારું સાર્મથ્ય અને ન્યાયીપણું છે.”અને જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ બધા તેમની પાસે આવશે અને ફજેત થશે.
25. ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 45 / 66
1 પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે: “મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ. રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ; તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.” 2 “કોરેશ, હું તારી આગળ જઇને પર્વતોને સપાટ કરીશ અને પિત્તળના દરવાજાઓને તથા લોખંડની ભૂંગળોને ભાંગી નાખીશ. 3 અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી રાખેલા ગુપ્ત ખજાના આપીશ: ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું. 4 મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરાયેલ સેવક ઇસ્રાએલ માટે, મેં તને નામ દઇને બોલાવ્યો છે અને તું મને ઓળખતો નથી છતાં મેં તને અટક આપી છે. 5 હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ. 6 અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે કે બીજો કોઇ દેવ નથી. હું યહોવા છું, હું એકલો જ દેવ છું. 7 હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું. સુખદુ:ખ એ મારું સર્જન છે, હું યહોવા આ બધું કરું છું. 8 હે આકાશો, તમે ઉપરથી વરસો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; ધરતી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદ્ભવો; ન્યાયના ફૂલો ખીલી ઊઠો! હું યહોવા આ બધું કરું છું. 9 “જે માણસ પોતાના સર્જનહારની સામે દલીલ કરે છે તેને અફસોસ! શું માટીના ઠીંકરાં જેવો માણસ પોતાના ઘડનારની સાથે દલીલમાં ઊતરે? 10 શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!”‘ 11 યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:“મારા બાળકો વિષે પ્રશ્ર્ન પૂછવાનો તને શો અધિકાર છે? મારા પોતાના હાથે કરેલા કાર્યો વિષે મને પ્રશ્ર્ન કરનાર તમે કોણ? 12 મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે. 13 મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માગોર્ સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે. 14 યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.” તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે,દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.” 15 હે ઇસ્રાએલના દેવ, હે તારક, તમે સાચે જ રહસ્યમય અને અકળ રીતે કાર્ય કરો છો. 16 મૂર્તિઓની પૂજા કરનારાઓ અને બનાવનારાઓ સર્વ નિરાશ અને લજ્જિત થશે. 17 પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે. 18 યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.” 19 હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ ખૂણામાંથી ગુપ્ત રીતે બોલ્યો નથી; હું જાહેરમાં કહું છું: “મેં ઇસ્રાએલના લોકોને એમ નહોતું કહ્યું કે, ‘મને શૂન્યમાં શોધજો.’ હું યહોવા સાચું અને ચોખ્ખેચોખ્ખું બોલું છું.” 20 યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે. 21 આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય. 22 ઉદ્ધારને માટે પૃથ્વીની સર્વ પ્રજાઓને મારા તરફ જોવા દો! કારણ કે હું દેવ છું: અને મારા સિવાય બીજો કોઇ નથી. 23 “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે. 24 મારા વિષે લોકો જાહેર કરશે, યહોવા મારું સાર્મથ્ય અને ન્યાયીપણું છે.”અને જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ બધા તેમની પાસે આવશે અને ફજેત થશે. 25 ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 45 / 66
×

Alert

×

Gujarati Letters Keypad References