પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
2 કાળવ્રત્તાંત
1. મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ.
2. ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
3. એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું.
4. જે મંદિરને વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તે મંદિરમાં અન્ય દેવોની તેણે વેદીઓ બંધાવી.
5. તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી.
6. હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો.
7. મનાશ્શાએ દેવના એ મંદિરમાં મૂર્તિ સ્થાપન કરી કે જેના માટે દેવે દાઉદ અને તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે, “જે મંદિર, માણસો તથા શહેરને મેં મારું નામ રાખવા માટે પસંદ કર્યુ છે કે, ઇસ્રાએલના બીજા કોઇ પણ શહેરો કરતાં, તે શહેર યરૂશાલેમ છે.
8. અને જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને સૂચનાઓને આધીન રહેશો તો તમારા પિતૃઓને મેં આપેલા આ દેશમાંથી ઇસ્રાએલને હું કદી કાઢી મૂકીશ નહિ.”
9. પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાગેર્ દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા.
10. યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું.
11. તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.
12. મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો.
13. તેણે પ્રાર્થના કરતાં દેવે તેની પ્રાર્થના સાંભળી, તેની અરજ મંજૂર રાખી અને તેને પાછો યરૂશાલેમમાં લાવી ફરી ગાદીએ બેસાડ્યો ત્યારે મનાશ્શાને ખાતરી થઇ કે યહોવાએ જ દેવ છે.
14. આમ બન્યા પછી તેણે દાઉદના નગરની બહારની દિવાલ ફરી બાંધી, અને કિદ્રોન ખીણમાં ગીહોનના ઝરાની પશ્ચિમ બાજુએ મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી, આ દિવાલ ઓફેલ પર્વતની બહારની બાજુથી લેવામાં આવી હતી અને ત્યાં ઘણી ઊંચાઇ સુધી બાંધવામાં આવી હતી પછી તેણે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાં તેના સેનાપતિઓને મૂક્યા.
15. તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.
16. તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું.
17. તેમ છતાં લોકોએ ટેકરી ઉપરનાં સ્થાનકોને હોમબલિ ચઢાવવાનું ચાલું રાખ્યું, જો કે એ હોમબલિ તેઓ ફકત પોતાના દેવ યહોવાને જ ચઢાવતા હતા.
18. મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે.
19. તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે.
20. અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.
21. આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ્ય કર્યુ.
22. જેમ તેના પિતા મનાશ્શાએ કર્યુ હતું તેમ તેણે યહોવાની ષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યુ. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને હોમબલિ આપ્યાં; ને તેઓની પૂજા કરી.
23. જેમ તેનો પિતા મનાશ્શાહ નમ્ર થઇ ગયો હતો તેમ તે યહોવાની આગળ થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક પાપો કરતો ગયો.
24. જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો.
25. પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો.
Total 36 પ્રકરણો, Selected પ્રકરણ 33 / 36
1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. 2 ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 3 એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું. 4 જે મંદિરને વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તે મંદિરમાં અન્ય દેવોની તેણે વેદીઓ બંધાવી. 5 તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી. 6 હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો. 7 મનાશ્શાએ દેવના એ મંદિરમાં મૂર્તિ સ્થાપન કરી કે જેના માટે દેવે દાઉદ અને તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે, “જે મંદિર, માણસો તથા શહેરને મેં મારું નામ રાખવા માટે પસંદ કર્યુ છે કે, ઇસ્રાએલના બીજા કોઇ પણ શહેરો કરતાં, તે શહેર યરૂશાલેમ છે. 8 અને જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને સૂચનાઓને આધીન રહેશો તો તમારા પિતૃઓને મેં આપેલા આ દેશમાંથી ઇસ્રાએલને હું કદી કાઢી મૂકીશ નહિ.” 9 પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાગેર્ દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા. 10 યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું. 11 તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા. 12 મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો. 13 તેણે પ્રાર્થના કરતાં દેવે તેની પ્રાર્થના સાંભળી, તેની અરજ મંજૂર રાખી અને તેને પાછો યરૂશાલેમમાં લાવી ફરી ગાદીએ બેસાડ્યો ત્યારે મનાશ્શાને ખાતરી થઇ કે યહોવાએ જ દેવ છે. 14 આમ બન્યા પછી તેણે દાઉદના નગરની બહારની દિવાલ ફરી બાંધી, અને કિદ્રોન ખીણમાં ગીહોનના ઝરાની પશ્ચિમ બાજુએ મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી, આ દિવાલ ઓફેલ પર્વતની બહારની બાજુથી લેવામાં આવી હતી અને ત્યાં ઘણી ઊંચાઇ સુધી બાંધવામાં આવી હતી પછી તેણે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાં તેના સેનાપતિઓને મૂક્યા. 15 તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી. 16 તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું. 17 તેમ છતાં લોકોએ ટેકરી ઉપરનાં સ્થાનકોને હોમબલિ ચઢાવવાનું ચાલું રાખ્યું, જો કે એ હોમબલિ તેઓ ફકત પોતાના દેવ યહોવાને જ ચઢાવતા હતા. 18 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે. 19 તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે. 20 અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો. 21 આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ્ય કર્યુ. 22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યુ હતું તેમ તેણે યહોવાની ષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યુ. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને હોમબલિ આપ્યાં; ને તેઓની પૂજા કરી. 23 જેમ તેનો પિતા મનાશ્શાહ નમ્ર થઇ ગયો હતો તેમ તે યહોવાની આગળ થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક પાપો કરતો ગયો. 24 જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો. 25 પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો.
Total 36 પ્રકરણો, Selected પ્રકરણ 33 / 36
×

Alert

×

Gujarati Letters Keypad References