પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].
2. કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.
3. યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4. જેના હાથ શુદ્ધ છે, ‍ જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].
5. તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6. હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
7. હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
8. ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9. હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; પુરાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
10. આ ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 24 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 24:45
1. દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં પણ તેમનાં છે.
2. કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.
3. યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4. જેના હાથ શુદ્ધ છે, જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે ચઢી શકશે.
5. તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6. હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી છે. (સેલાહ)
7. હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
8. ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9. હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; પુરાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
10. ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે ગૌરવવાન રાજા છે. (સેલાહ)
Total 150 Chapters, Current Chapter 24 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References